રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાઈ રહેલી મેચમાં ઈતિહાસ રચી દિધો. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ચહલે મોહમ્મદ નબીની વિકેટ લઈને આઈપીએલમાં પોતાની 200 વિકેટનો આંકડો પૂરો કર્યો હતો. ચહલ IPLમાં 200 વિકેટ લેનારો પ્રથમ બોલર બની ગયો છે.
વર્ષ 2013માં યુઝવેન્દ્ર ચહલે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરીને આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું અને આજે 11 વર્ષ બાદ ચહલે આઈપીએલમાં ઈતિહાસ રચ્યો છે. યુઝવેન્દ્ર ચહલ IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બની ગયો છે. ચહલે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાઈ રહેલી IPL 2024ની 38મી મેચમાં આ મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. મોહમ્મદ નબીને પોતાનો શિકાર બનાવતા જ ચહલે આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.
યુઝવેન્દ્ર ચહલ IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો
રાજસ્થાન રોયલ્સ (RR)ના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (યુઝવેન્દ્ર ચહલ IPL 200 વિકેટ) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે વિકેટ લેતા જ આઈપીએલમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો. ચહલે આઈપીએલમાં માત્ર 153 મેચમાં પોતાની 200 વિકેટ પૂરી કરી હતી. IPLમાં સૌથી વધુ વિકેટ લેવાની વાત કરીએ તો નામ ડ્વેન બ્રાવોનું છે, જેના નામે 183 વિકેટ છે. પિયુષ ચાવલાનું નામ 181 વિકેટ સાથે ત્રીજા સ્થાન પર છે. ભુવનેશ્વર કુમારના નામે 174 વિકેટ છે.
યુઝવેન્દ્ર ચહલ - 200 વિકેટ*
ડ્વેન બ્રાવો - 183 વિકેટ
પીયૂષ ચાવલા - 181 વિકેટ
ભુવનેશ્વર કુમાર - 174 વિકેટ
અમિત મિશ્રા - 173 વિકેટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech