રાજકોટના યુવાનનો વિરમગામના PSIના ત્રાસથી આપઘાત: ગુનો નોંધાયો

  • February 24, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના યુવાને ખાંભા પાસે આવેલા મોગલ માતાજીના મંદિરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાને આપઘાત કરતા પૂર્વે પોતાનો એક વીડિયો બનાવ્યો હોય જેમાં દાના ખોટા કેસમાં ફીટ કરી દેવાની વિરમગામ ગ્રામ્યના પીએસઆઇ દ્રારા તેને ધમકી આપવામાં આવતી હોય અને પિયા દસ લાખની માંગણી કરવામાં આવતી હતી. જેનાથી કંટાળી આ પગલું ભરી રહ્યાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ પરથી ફોજદાર સામે યુવાનને મરવા મજબૂર કર્યા અંગેનું ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી પીએસઆઇને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં મવડી વિસ્તારમાં કણકોટ રોડ પર ક્રિસ્ટલ હેવન ડી– ૧૨૦૩ માં રહેતા દીપકભાઈ હરજીવનભાઈ ધ્રાંગધરીયા (ઉ.વ ૪૩) નામના યુવાને ગઈકાલ સવારે લોધિકા તાલુકાના ખાંભા ગામે આવેલા મોગલ માતાજીના મંદિરના પરિસરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પૂર્વે યુવાને એક વીડિયો રેકોર્ડ કર્યેા હતો. જેમાં તે એવું બોલતા સંભળાય છે કે, આજથી ચારેક માસ પૂર્વે તેણે રાજસ્થાનના શખસ પાસેથી દાની એક પેટી લીધી હતી. જે શખસ ત્યાં પકડાતા તેનું નામ આપ્યું હતું તે વખતે વિરમગામ રલના પટેલ સાહેબ તેની ઉપર આઠ પેટી દાનો કેસ કર્યેા હતો. એટલું જ નહીં તેની પાસેથી . ૩ લાખ લઇ જેલહવાલે કર્યેા હતો. ત્યારબાદ ગત તા. ૧૪ ના રોજ અન્ય કોઈ શખસોનો દા પકડાતા પીએસઆઇ પટેલે ખોટી રીતે તેનું નામ આપી પિયા ૧૦ લાખની માંગણી શ કરી દીધી હતી. જેથી તેના ત્રાસથી આ પગલું ભરી રહ્યાનું યુવાને વીડિયોમાં જણાવ્યું હતું. દરમિયાન ગઈકાલ સવારે તેણે ગળાફાંસો ખાઇ લીધો હતો બનાવની જાણ થતા લોધિકા પોલીસ મથકના પી.એસ.આઇ કે.વી. પરમાર તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડો હતો.



બીજી તરફ આ ઘટના અંગે મૃતક દીપકભાઈના પત્ની અલ્પાબેનની ફરિયાદ પરથી પીએસઆઇ હિતેન્દ્ર પટેલ સામે આઇપીસીની કલમ ૩૦૬ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અલ્પાબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં ૧૭ વર્ષનો પુત્ર છે. તેમના પતિ સુથારી કામ કરતા હતા. ગઈકાલે તે પોતાના ભાઈ કેતન અને ભાભી સાથે ગજડી ગામે પિયરમાં આટો મારવા ગયા હતા તે વખતે પતિ અને પુત્ર ઘરે હતા. પતિએ રાત્રે કોલ કરીને કહ્યું હતું કે, તુ નિરાંતે આવજે ઉતાવળ કરતી નહીં હત્પં બહાર જમી લઈશ. ત્યારબાદ પરિણીતા રાત્રે ઘરે પહોંચતા પતિ હાજર ન હોય તેને ફોન કરતા તે ફોન પણ ઉપાડતા ન હતા. સવારે ફરી કોલ કરતા તે ફોન ઉપાડતા ન હોય દરમિયાન અહીં ઘરમાં તેનો બીજો ફોન પડો હોય જેમાં પતિએ રાજકોટના પોલીસ કમિશનરને સંબોધી વીડિયો બનાવ્યો હોય જેમાં પીએસઆઇ પટેલના ત્રાસથી આત્મહત્યા કર્યાનું જણાવ્યું હતું. આ વિડીયો જોયા બાદ ગભરાઈ ગયેલા અલ્પાબેનને જેઠાણી લીલાબેનને ફોન કર્યેા હતો અને જણાવ્યું હતું ત્યારબાદ જેઠ પ્રવીણભાઈને આ હકીકત જણાવી હતી. બાદમાં પતિએ આત્મહત્યા કરી લીધી હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તેમણે આ અંગે લોધીકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્રારા આરોપી પીએસઆઇ હિતેન્દ્ર પટેલ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application