રામેશ્ર્વર સોસાયટીમાં રહેતો યુવાન આઇડી મારફત જુગાર રમતો હોય જેમાં .૨૦ લાખની રકમ હારી જતા તેની ઉઘરાણી માટે તેનું અપહરણ કરી પટા વડે મારમાર્યેા હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી ભકતિનગર પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી તેની શોધખોળ શ કરી છે.
શહેરના રામેશ્વર સોસાયટી શેરી નંબર–૯ નાણોદા સ્કૂલ પાસે રહેતા અને શાકભાજીના ધંધાર્થી રવિ રમેશભાઈ ધાંગ્રીયા(ઉ.વ ૨૫) નામના યુવાને ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાર્ગવ ચોટલીયા (રહે. ગોકુલનગર) ધ્રુવરાજ અને બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૮૨ ના રાત્રીના ૧૦:૩૦ વાગ્યા આસપાસ તે તેના પિતરાઈ ભાઈ અશોક જાદવ સાથે સહકાર મેઇન રોડ ઉપર જે માડી ચાની હોટલ ખાતે હતો. ત્યારે ૧૧:૩૦ વાગ્યા આસપાસ ભાર્ગવ ચોટલિયા એકટિવા લઈ આવ્યો હતો. યુવાન બે વર્ષથી ઓનલાઈન આઈડીમાં કસીનો જુગાર રમતો હોય છેલ્લા છ એક મહિનાથી ભાર્ગવ ચોટલીયાના સંપર્કમાં આવ્યો હતો જેથી ભાર્ગવ પાસેથી તેનું આઈડી લઇ ઓનલાઈન જુગાર રમતો હતો જેમાં રકમ હારી જતા તેને ભાર્ગવને ૨૦ લાખ આપવાના હતા. જેથી ભાર્ગવે તેની પાસે આવી બાકીના ૨૦ લાખની ઉઘરાણી કરી હતી આ વખતે તેની સાથે એક અજાણ્યો શખસ પણ ગાડી લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે, તને ઘણા સમયથી શોધીએ છીએ દરમિયાન એકસેસમાં બે અજાણ્યા શખસો આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, તારે ૨૦ લાખ આપવાના છે આપી દે અને ફજેતી ન કરવી હોય તો અમારી સાથે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવ નહિતર હત્પં ગાડી બોલાવીશ. આમ કહી યુવાનનો હાથ પકડી તેને એકસેસમાં બેસાડી દીધો હતો. એકસેસમાં પાછળ બેઠેલો શખસ ધ્રુવરાજ હોવાનું માલુમ પડું હતું.
બાદમાં યુવાનને રેસકોર્સ બહુમાળી ચોકથી આગળ સાઈડમાં એક બાજુ લઈ અહીં ઉભો રાખી આ શખસોએ યુવાનને પટા વડે અને ઢિકાપાટુનો માર માર્યેા હતો. દરમિયાન ધ્રુવરાજને કોઈનો ફોન આવ્યો હતો જેથી ભાર્ગવ તથા અજાણ્યા શકશો ત્યાંથી જતા રહ્યા હતા અને ધ્રુવરાજ તથા અન્ય શખસ યુવાનને એકસ એકસ ગાડીમાં વચ્ચે બેસાડી રેસકોર્સ બાલભવનના ગેટ સામે લઈ જાય અહીં થોડીવાર ઉભા રાખી ત્યાં ફરી ભાર્ગવ તથા અજાણ્યો શખસ આવ્યા હતા અને ૨૦ લાખ દેવાના છે નહીંતર જીવતો નહીં રહેવા દઈએ આમ કહી ઢીકાપાટુનો માર માર્યેા હતો. બાદમાં અહીંથી ફરી સ્કૂટરમાં બેસાડી ગેલેકસી ટોકીઝ પાસે લઈ જઈ ધ્રુવે કહ્યું હતું કે, તારા બાપનો ફોન ઉપાડ અને કહે કે હત્પં મારા મિત્રો સાથે છું સવારે આવી જઈશ જેથી યુવાનેના પાડતા તેને કહ્યું હતું કે કાલના દિવસમાં ૨૦ લાખની વ્યવસ્થા કરી નાખજે નહીંતર જીવતો નહીં રહે. દરમિયાન ધ્રુવરાજને કોઈનો ફોન આવતા તેણે કહ્યું હતું કે, તું અહીંથી જતો રહે આગળ બહુમાળી ચોકમાં તારા પિતા ઉભા છે જેથી યુવાન બહુમાળી ચોક તરફ ચાલીને ગયો હતો જયાં તેને તેના પિતા મળ્યા હતા. બાદમાં હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
આમ યુવાન રૂપિયા ૨૦ લાખની રકમ ઓનલાઈન આઈડીના જુગારમાં હારી જતા તે કઢાવવા માટે ભાર્ગવ ચોટલિયા, ધ્રુવરાજ તથા એકસેસમાં આવેલા બે અજાણ્યા શખસો તેને અપહરણ કરી લઇ જઇ પટા વડે અને ઢીકાપાટુનો માર મારી વાસનાભાગે તથા આંગળીમાં ઇજા પહોંચાડી હતી. જે અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. આ અંગે ભકિતનગર પોલીસ મથકના પી.આઈ એમ.એમ. સરવૈયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ વી.એલ. રાઠોડ તથા ટીમ તપાસ ચલાવી રહી છે
હું સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાંથી બોલું છું કહી રોફ જમાવ્યો
ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ કરી તેને માર માર્યા અંગેની ઘટનામાં એક ઓડિયો કિલપ વાયરલ થઈ છે. જેમાં ધ્રુવરાજસિંહ નામનો આ શખસ યુવાનના ભાઈને તથા તેના પિતા સાથે ફોનમાં વાત કરતો હોય અને તેમાં પોતે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાંથી બોલતો હોવાનું તેમજ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં તેના ભાઈ હોવાનું કહેતો હોવાનું સંભળાઇ રહ્યું છે. જો કે આ બાબતે પોલીસને પૂછતા ધ્રુવરાજ નામના આ શખસને પોલીસમેન સાથે કોઈ સંબધં ન હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech