સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા રોડથી નીચે ખાડામાં બાઇક ખાબકયું
જામજોધપુર તાલુકાના સડોદરથી ધુનધોરાજી ગામ તરફ જવાના રસ્તે એક તરુણે મોટરસાયકલ પર સ્ટેયરીંગનો કાબુ ગુમાવી દેતા બાઇક રોડ નીચે ખાડામાં પડી જતા ગંભીર ઇજા થવાથી તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું.
જામજોધપુરના સડોદર ગામમાં રહેતા હેમત થોભણભાઇ મુંધવા (ઉ.વ.૩૫)એ શેઠવડાળા પોલીસમાં કનાભાઇ મુંધવા સામે ફરીયાદ કરતી એવી વિગત જાહેર કરી હતી કે, ગઇકાલે ૧૭ વર્ષના તરુણે સાહેદ પુનાભાઇ મુંધવાના હવાલાવાળુ મોટરસાયકલ નં. જીજે૩એચએલ-૨૦૨૭ ધુનધોરાજી તરફ જવાના રોડ પર પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક રોડથી નીચે ખાડામાં પડી ગયુ હતું.
આ અકસ્માતમાં ચાલકને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમ્યાન પોતાનું મૃત્યુ નિપજાવ્યુ હતું. હેમતભાઇનું નિવેદન લઇને શેઠવડાળા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરી હતી. તરુણના મૃત્યુથી શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech