કણકોટ નજીક શનિવારીના મેદાનમાં યુવકનો ઝેરી દવા પી આપઘાત

  • December 20, 2024 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના યુનિવર્સીટી રોડ ઉપર આવેલા રાણી રેસિડેન્સી સામે આઇકોન એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે કણકોટ રોડ પર શનિવારીના મેદાનમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
પ્રા વિગત મુજબ રાણી રેસિડેન્સી સામે આઇકોન એપાર્ટમેન્ટમાં રહેતો વિક્કી જગજીવનભાઇ જીવાણી (ઉ.વ.૩૨)ના યુવકે સાંજે સાતેક વાગ્યાના અરસામાં કણકોટ રોડ પર શનિવારીના મેદાનમાં ઝેરી દવા પી લીધી હતી. યુવકના મિત્રનો ફોન આવતો હોઈ જે ફોન ત્યાંથી પસાર થતા માલધારીએ ઉપાડી વાત કરતા મિત્રને જણાવ્યું હતું કે, એક યુવક પડો છે અને બાજુમાં દવાની બાટલી પડી છે, આથી યુવકના મિત્રએ ૧૦૮ને ફોન કરી બોલાવવાનું કહેતા માલઢોર ચરાવનાર બીકથી ચાલ્યો ગયો હતો બાદમાં સ્થળ પર તેનો મિત્ર પહોંચી શોધખોળ કરતા યુવક મેદાનમાં પડો હતો. તાકીદે સારવાર માટે સિવિલમાં ખસેડો હતો પરંતુ જીવ બચી શકયો ન હતો. મૃત્યુ પામનાર યુવક બે ભાઈ એક બહેનમાં સૌથી નાનો હતો અને મેટોડામાં અદાણી કંપનીમાં નોકરી કરતો હતો આવું કયાં કારણોસર કયુ એ અંગે પરિવાર પણ વ્યથિત હોઈ કારણ જાણવા તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી છ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application