શહેરના કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે ગ્રીન એવન્યુમાં રહેતા શ્યામ રાજાણી નામના યુવકે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે, તેની પૂર્વ પત્નીએ કરેલી અરજીની તપાસના કામે તેને પોલીસ કમિશનર કચેરીએ બોલાવવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ કમિશનરની ચેમ્બરમાં પોલીસ કમિશનરની હાજરીમાં તેને ખુરશી પકડાવી યુવતીની નજર સામે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈએ ઢોર મારમાર્યો હતો.
ગ્રીન એવન્યુમાં રહેતા શ્યામ રાજાણી નામના યુવાને કરેલા ગંભીર આક્ષેપોમાં જણાવ્યું હતું કે,મારી પૂર્વ પત્નીએ મારી સામે અને મેં તેની સામે અરજી કરી હોય જેને લઇ ગઇકાલે હું મહિલા પોલીસ સ્ટેશને ગયો હતો ત્યારે અરજીના કામે મને કમિશનર કચેરીએ બોલાવ્યો હતો.જેથી હું કમિશનર કચેરીએ ગયો હતો. યુવાને વધુમાં જણાવ્યું હતું કે, કમિશનર કચેરી ગયા બાદ અહીં પોલીસ કમિશનરની ચેમ્બરમાં મને બોલાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ કમિશનર ચેમ્બરમાં મારી પૂર્વ પત્ની પણ બેઠી હતી. દરમિયાન અહીં મને ખુરશી પકડાવી હતી બાદમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ ગોંડલીયા સાહેબે બેરહેમીપૂર્વક માર માર્યો હતો. માત્ર અરજીના કામે બોલાવ્યા બાદ મારી કોઈપણ વાત સાંભળ્યા વિના મને માર મારવામાં આવ્યો હતો. અગાઉ મેં પગમાં ઓપરેશન કરાવ્યું હોય તે બાબતે કહેવા છતાં મને મારમાર્યે રાખ્યો હતો.
શ્યામ રાજાણીએ અંતમાં જણાવ્યું હતું કે,અરજીના કામે મને બોલાવી મારી કોઇપણ પ્રકારની વાત સાંભળ્યા વગર મને બેરહેમીપૂર્વક માર મારવા પાછળનું કારણ શું? આ બાબતે ન્યાય મળે તેવું યુવાને અંતમાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech