માવો ભાઈબંધી પણ કરાવે અને માથાકૂટ પણ કરાવે, અમરેલી જિલ્લામાં અવાર નવાર માવા માટેની માથાકૂટના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે, થોડા દિવસો પહેલા જ વડિયાના મોરવાડા ગામે રાત્રીના પાનના ધંધાર્થીને ઘરેથી જગાડી હું આવું ત્યારે માવો કાઢી આપવાનો કહી જેની દુકાનદારે ના પાડતા બડીયાથી મારમાયર્નિી ફરિયાદ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી ત્યારે વધુ એક માવા માટેની મગજમારી થતા મામલો સાવરકુંડલા પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
સાવરકુંડલાના મઢડા ગામે રહેતા રાજુભાઈ લાલજીભાઈ સરવૈયા (ઉ.વ.31)ના યુવકે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ગામમાં જ પાનની દુકાન ધરાવતા નીતિન ગોબરભાઈ સરવૈયા અને તેનો ભાઈ ગદાભાઈના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે ગામમાં બાપાસીતારામના ઓટલા પાસે આવેલી નીતિન સરવૈયાની પાનની દુકાને માવો લેવા માટે ગયો હતો ત્યાં મારા કાકાનો દીકરો અજય બેઠો હતો આથી તેને મેં ઘરે આવ ત્યારે માવા લેતો આવજે કહ્યું હતું. રાત્રીના અજય માવા લઈને ઘરે આપવા માટે આવ્યો હતો ત્યારે રસ્તામાં તેની પાછળ નીતિન પાનવાળો આવ્યો હતો અને અજયને કહેવા લાગ્યો હતો કે, તું મારી દુકાને બેસીને માવા બીજાની દુકાનેથી કેમ લે છો ? હવે મારી દુકાને બેસવા આવતો નહીં, આ વાત અજયએ મને કરતા હું નીતિનની દુકાને ગયો હતો અને કહ્યું હતું કે, તું સસ્તામાં માવા આપ તો તારી દુકાનેથી માવા લઈએ અને ત્યે અજયને કેમ ધમકાવ્યો હતો. આમ કહેતા જ નીતિન ઉશ્કેરાયો હતો અને દુકાનમાંથી પાઇપ કાઢી મને ઘા માર્યો હતો દેકારો થતા નીતીનનો ભાઈ ગદાભાઈ આવીને તેને પણ પાઇપ્નો ઘા મારી લીધો હતો. મારા માતા કમળાબેન છોડવવા વચ્ચે પડતા તેને પણ પાઇપ મારી લેતા તે પડી ગયા હતા. વધુ દેકારો થવાથી કૌટુંબિક ભાઈઓ સહિતના આવી ગયા હતા અને વધુ મારથી છોડાવ્યો હતો. બંને ભાઈઓએ ધમકી આપી હતી કે આજે તો બચી ગયો છો હવે અમારું નામ લીધું તો જીવતો નહીં મૂકીએ, મને અને મારા માતાને ઇજા થતા 108 મારફતે પ્રથમ સાવરકુંડલા અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા. પોલીસ યુવકની ફરિયાદના આધારે બંને ભાઈઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech