શહેરમાં સરા જાહેર હત્પમલો કરી હત્યા કરવા સહિતના ગુનાઓનો ગ્રાફ વધી રહયો છે, ચામડીયા પરા ખાટકી વાસમાં રહેતા યુવકના ઘર પાસે આવી મહિલા સહીતના આઠ વ્યકિતઓએ સશક્ર હત્પમલો કરી યુવકના માતા–પિતા અને બહેન ઉપર જીવલેણ હુમલો કરતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે મહિલા સહીત આઠ સામે ગુનો નોંધ્યો છે. હત્પમલો કરનાર રોહિદાસપરાના હૈદરબાપુના ઘરે છ મહિના પહેલા પોલીસે દાની રેઇડ કરી અને આ બાતમી અરબાઝ ઉર્ફે રઈશએ આપી હોવાની શંકા રાખી હત્પમલો કરવામાં આવ્યો હતો. આ અંગે યુવકની બહેન આસ્તાબેન મહમ્મદભાઈ ભાડુલા (ઉ.વ.૨૫)એ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, નાના ભાઈ અરબાઝ ઉર્ફે રઈશને રોહિદાસ પરામાં રહેતા હૈદરબાપુ સાથે વર્ષેાથી મિત્રતા હતી અને હૈદરબાપુ દાનો ધંધો કરતા હતા. છએક મહિના પહેલા હૈદરબાપુના ઘરે પોલીસની રેઇડ પડતા આ બાતમી મારા ભાઈ અરબાઝએ આપી હોવાનું કોઈએ હૈદરબાપુને કહેતા ત્યારથી હૈદરબાપુ અને મારા ભાઈ અરબાઝ વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. એકાદ મહિના પહેલા પણ હૈદરના ભાઈ સદામે મારા ભાઈ સાથે ઝગડો કર્યેા હતો.
ગઈકાલે અરબાઝ શેરી નજીક ગાઠિયા લેવા માટે ગયો હતો ત્યાં હૈદરબાપુનો ભાઈ સદામ અને મિત્ર ધમબાપુ અકસેસમાં આવ્યા હતા અને મારાભાઈને ગાળો આપી હતી. ત્યારે અરબાઝ ત્યાંથી ઘરે આવી ગયો અને અમને વાત કરી હતી. એ પછી બપોરે ત્રણેક વાગ્યે ઓચિંતા ગાળાગાળી સંભળાતા હત્પં ઘરની બહાર જોવા માટે નીકળી ત્યાં અકસેસમાં હૈદરબાપુ, અલીબાપુ અને ધમબાપુ હતા જયારે બીજી અકસેસમાં હસનબાપુ, શાહિદ અને એક અજાણ્યો શખ્સ હતો. હૈદર પાસે હાથમાં ધારિયું હતું અને ધમબાપુ પાસે પાઇપ હતો સદામ પાસે તલવાર હતી જેનાથી મારા ઉપર હત્પમલો કર્યેા હતો, મારા પિતા મહમદભાઈ સામેથી આવતા જોઈ તેના ઉપર પણ તલવારથી હત્પમલો કરતા ઇજા થઇ હતી. દરમિયાન મારા માતા ઝગડામાં વચ્ચે આવતા હૈદરની માતા રોશનીબેન ત્યાં આવી ગયા હતા તેને મારા માતાને ઢીકાપાટુનો મારમાર્યેા હતો.
શેરીમાં દેકારો થતા અમારા સગા સહિતના માણસો ભેગા થઇ જતા ત્યાંથી જતા જતા કાંઈ વાંધો નહીં આ લોકોને પછી જોઈ લઈશું કહી ધમકી આપી હતી.
પોલીસે ફરિયાદના આધારે હૈદરબાપુ, તેની માતા રોશનબેન, હૈદરનો ભાઈ સદામ, અલી, ધમબાપુ, હસન, શાહિદ અને એક અજાણ્યા સામે બીએનસી કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨),૧૯૧, ૧૯૧(૨),૧૯૧(૩), ૫૪ અને જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી શખ્સોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMગુજરાત ખારવા સમાજનો નગારે ઘા, ૨૬ ડિસેમ્બરે ગુજરાત બંધ
December 23, 2024 02:23 PMએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech