ગુજરાત ખારવા સમાજનો નગારે ઘા, ૨૬ ડિસેમ્બરે ગુજરાત બંધ

  • December 23, 2024 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણી પોરબંદર નજીકના દરિયામાં વહાવવાનો પ્રોજેક્ટ સરકાર આગળ વધારી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતના માછીમારોએ પોરબંદરમાં બે દિવસિય બેઠકમાં ભાગ લીધો હતો અને એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૨૬ ડિસેમ્બરે દરિયા કિનારાના ગુજરાતના ગામો સંપૂર્ણપણે બંધ પડશે અને જો સરકાર નહીં જાગે તો હવે કોર્ટમાં જવાની પણ તૈયારી થઈ ગઈ છે. 
ગુજરાત ખારવા સમાજના પ્રમુખ અને પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ તથા ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા સહિત આગેવાનોની ઉપસ્થિતિમા ગુજરાત ભરના ખારવા સમાજના અગ્રણીઓની બેઠકનું પોરબંદરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસની બેઠક દરમિયાન કલેક્ટરને આવેદન આપવાની સાથોસાથ એવી રણનીતિ ઘડવામાં આવી હતી કે ૨૬ ડિસેમ્બરે ગુજરાત ભરના દરિયાકાંઠાના ગામો બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવશે અને તેમાં સ્થાનિક સંસ્થાઓ ઉપરાંત સ્થાનિક આગેવાનોનો પણ સહકાર મળશે. અને ત્યારબાદ ગામેગામ આવેદનપત્ર પાઠવવામાં આવશે. અને ત્યાર પછી પણ જો સરકાર આ પ્રોજેક્ટ માં ફેર વિચારણા નહીં કરે તો ના છૂટકે કોર્ટમાં જવું પડે તો કોર્ટમાં જવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે. 
ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળે જણાવ્યું હતું કે સરકારે અમને વિશ્વાસમાં લીધા વગર આ પાઇપલાઇનનો પ્રોજેક્ટ આગળ ધપાવ્યો છે અને જમીન સંપાદનની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે તેના વિરોધમાં સમગ્ર ગુજરાતના ખારવા સમાજની બે દિવસની બેઠક યોજાઈ તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ગામેગામ થી ૨૬ ડિસેમ્બરે બંધ પાડીને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને આ પ્રોજેક્ટને રદ કરવા માટે સરકારને આવેદનપત્ર આપવામાં આવશે અને જો સરકાર માછીમારોના હિતમાં નિર્ણય નહીં લેતો અમે કોર્ટમાં જવા પણ તૈયાર છીએ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર છીએ.
તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે અમે ખારવા સમાજે સમગ્ર ગુજરાતમાં ભાજપને લીડ અપાવી છે અને દરેક ચૂંટણીમાં અમે ભાજપની સાથે હોઈએ છીએ આમ છતાં પણ જો અમારી વાત સરકાર ના માને તો કઈ રીતે અમે જતું કરી શકીએ? તેવા સવાલ સાથે આગામી રણનીતિ ઘડવામાં આવી હતી. 
શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ ના અધ્યક્ષ સ્થાને બે દિવસ સુધી શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજ (બારગામ) નુ વાર્ષિક અધિવેશન રતન સાગર હોલ, પોરબંદર મુકામે રાખવામાં આવેલ હતુ. તેમાં કચ્છ થી લઈને મુંબઈ ખારવા સમાજના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમા ગુજરાતના સમુદ્ર ને પ્રદુષણ મુકત બનાવવા જેતપુર ના ટેક્ષટાઈલ ઉઘોગ ના ઝેરી પાણી પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાની યોજનાને રદ કરવા બાબત તથા ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના લોક હિતાર્થે ચર્ચા-વિચારણા કરવામા આવેલ હતી.
શનિવારના રોજ ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા, ની આગેવાનીમા માંગરોળ સમાજના આગેવાન વેલજીભાઈ મસાણી તથા સમગ્ર દરીયાઈ પટ્ટીના પટેલોને લઈને પોરબંદર ના કલેકટરને જેતપુર ના ટેક્ષટાઈલ ઉઘોગ ના ઝેરી પાણી પોરબંદર ના સમુદ્ર મા ઠાલવવાની યોજનાને રદ કરવા બાબતનુ આવેદન આપવામા આવેલ હતુ.
રવિવારના રોજ જેતપુર કેમીકલ વોટર વિષે ચર્ચા-વિચારણા કરેલ જેમા એવુ નક્કી કરવામા આવેલ હતુ કે, ગુજરાત ના સમુદ્ર મા પ્રદુષણ થશે તો લાખો લોકોની રોજીરોટી છીનવાઈ જશે અને સાથે સાથે આરોગ્યને પણ ગંભીર અસર થશે. ફક્ત સાગરખેડુ જ નહી પરંતુ ભુમીખેડુત અને સર્વે લોકોને આની ખુબ જ માઠી અસર થશે અને ભવિષ્ય અંધકારમય થઈ જશે. માટે દરીયાઈ પટ્ટી ના દરેક ગામો એક તારીખ નક્કી કરી અડધો દિવસ સુધી પોતાના કામ-ધંધા બંધ રાખી ગામના દરેક સમાજ તેમજ સંસ્થાઓને સાથે રાખીને કલેકટરને આવેદન પત્ર આપવા માટે જશે એવુ નક્કી કરવામા આવેલ. જો સરકાર આ બાબતનો વ્હેલીતકે ઉકેલ નહી લઈ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવુ અને જ‚ર પડે તો કોર્ટનો સહારો પણ લેવામા આવશે.  
 આ મીટીંગમાં ગુજરાત સમસ્ત ખારવા સમાજ (બારગમા) ના પ્રમુખ પવનભાઈ શિયાળ - પોરબંદર, ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા-વેરાવળ, અખીલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા-વેરાવળ, માંગરોળ ખારવા સમાજ ના પ્રમુખ ધનસુખભાઈ ગોસીયા, જાફરાબાદ ખારવા સમાજ ના પ્રમુખ ભગુભાઈ સોલંકી, વણાકબારા ખારવા સમાજના પ્રમુખ કિર્તીભાઈ ગોહેલ, ઓખા ખારવા સમાજ ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઘોઘલા ખારવા સમાજ ના પ્રમુખ ભરતભાઈ બામણીયા, નવીબંદર ખારવા સમાજના પ્રમુખ મોહનભાઈ ભુતિયા, તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજના દરીયાઈ વિસ્તાર તથા શહેરી વિસ્તારમા વસવાટ કરતા જામનગર, દ્વારકા, માંડવી, મુંબઈ, ભીડીયા, મુન્દ્રા, સુરત, જામસલાયા, સીક્કા, માંડવીસલાયા, ઉના, દિવ, મુળદ્વારકા, સુત્રાપાડા, નવાબંદર, માધવાડ, ધામરેજ, વરવાડા, આરંભડા, મીઠાપુર, બેટદ્વારકા, પોશીત્રા, ગાંધીધામ, ચોરવાડ, ખંભાત, ભરૂચ, અમદાવાડ, બરોડા અને તમામ નાના-મોટા ગામો ના પટેલો તેમજ પોરબંદર ખારવા સમાજ ના ઉપપ્રમુખ અશ્ર્વિનભાઈ જુંગી, પોરબંદર ખારવા સમાજના માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, માજી વાણોટ હરજીવનભાઈ કોટીયા, માજી વાણોટ સુનિલભાઈ ગોહેલ, તથા પોરબંદર ખારવા સમાજના પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ, પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કમીટી મેમ્બર, પોરબંદર માછીમાર પિલાણા એસો.ના પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી તેમજ કમીટી મેમ્બર, અને ખારવા સમાજના માછીમાર આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 
આ બેઠકમાં ઉપસ્થિત ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ અને વેરાવળના અગ્રણી જીતુભાઈ કુહાડાએ પણ સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે આ આંદોલન માત્ર માછીમારોનું નહીં પરંતુ દરેક ગુજરાતીનું છે કારણકે એક બાજુ 
(અનુ. છઠ્ઠા પાને)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application