ગોંડલ તાલુકાના શેમળા ગામ પાસે આવેલી માધવ ટેકસસ્પીન કંપનીમાં સેન્સર દરવાજાનું કામ કરતી વેળાએ દરવાજો બધં થતા દરવાજા અને દિવાલ વચ્ચે શ્રમિક યુવાનનું માથું આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે સ્વીચ ચાલુ કરનાર સિકયુરિટી ગાર્ડ સહિત ચાર સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ યુપીના વતની અને હાલ ગોંડલ તાલુકાના શેમળા ગામ પાસે આવેલી માધવ ટેકસસ્પીન કંપનીમાં ઇલેકિટ્રશિયન તરીકે કામ કરનાર અને અહીં કંપનીની કોલોનીમાં જ રહેતો યુવાન શેષરામ માતાપ્રસાદ યાદવ (ઉ.વ ૩૦) ગઈકાલે સવારે ૯:૦૦ વાગ્યા આસપાસ અહીં અન્ય શ્રમિક શિવકુમાર સિંધ, દિલીપકુમાર ચૌધરી અને મુકેશકુમાર કુસવાહ સાથે કંપનીના મુખ્ય ગેટના લોખંડનો ઇલેકટ્રોનિક સેન્સરનો દરવાજાની ઇલેકટ્રોનિક મોટર અને સેન્સર બરાબર કામ કરતું ન હોય જેથી આ બધા લોકો ઇલેકટ્રોનિક મોટર તથા સેન્સર રિપેર કરતા હતા. ભૂલમાં સિકયુરિટી ગાર્ડ અશોક કારભારીને ગેટના દરવાજાની ઇલેકટ્રોનિક સ્વીચ ચાલુ કરવાનું કહેતા તેણે સ્વીચ ચાલુ કરતા લોખંડનો સેન્સરવાળો દરવાજો શેષશરામ કામ કરતા હતા તે બાજુ આવતા શેષરામનું માથું દીવાલ તથા દરવાજા વચ્ચે આવી જતા તેનું બનાવસ્થળે મોત થયું હતું. ઘટનાની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી યુવાનના મૃતદેહને પી.એમ માટે ખસેડી જરી કાર્યવાહી કરી હતી.
આ ઘટનામાં મોતને બેટનાર યુવાન ત્રણ ભાઈના પરિવારમાં નાનો અને અપરણિત હતો. બનાવ અંગે યુવાનના મોટાભાઈ રાઘવરામ માતાપ્રસાદ યાદવ (ઉ.વ ૩૩ રહે. હાલ અમદાવાદ, મૂળ યુપી)ની ફરિયાદ પરથી શેષરામ સાથે કામ કરનાર શિવકુમાર સિંધ, દિલીપકુમાર ચૌધરી, મુકેશકુમાર કુસવાહ અને સિકયુરિટી ગાર્ડ અશોક કારભારી વિદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદીના ભાઈની સાથે કામ કરનાર આ શ્રમિકોએ કોઈપણ પ્રકારની દેખરેખ, ધ્યાન રાખ્યા વગર કામમાં બેદરકારી રાખી તેમજ સિકયુરિટી ગાર્ડ સેન્સરવાળા દરવાજાની ઇલેકટ્રોનિક મોટરની સ્વિચ ચાલુ કરી બેદરકારી દાખવી હોય જેથી યુવાનનું મોત થયું હતું.આ મામલે પોલીસે જરી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે 25 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું
February 04, 2025 05:45 PMપીપરટોડા-હરીપર રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા સરપંચ
February 04, 2025 05:08 PMદ્વારકા નગરપાલિકામાં મતદાન પૂર્વે જ ભાજપનો નવ બેઠક પર કબ્જો: બીનહરીફ
February 04, 2025 05:02 PMખંભાળિયામાં હૃદયરોગના હુમલાથી યુવાન સહિત બેના ભોગ લેવાયા
February 04, 2025 04:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech