10 વર્ષમાં બની જશો કરોડપતિ, SIPમાં કેટલું કરવું પડશે રોકાણ, જાણો સંપૂર્ણ કેલ્યુલેશન

  • March 28, 2025 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

SIP ગણતરી મ્યુચ્યુઅલ ફંડ SIP આજે રોકાણકારોમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું છે. તેમાં અંદાજિત 12 થી 14 ટકા સુધીનું વળતર મળી જાય છે. જો કે, આ વળતર શેરબજારના ઉતાર-ચઢાવ પર આધાર રાખે છે. આજે આપણે જાણીશું કે જો તમારે એક કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરવું હોય તો 10 વર્ષમાં SIPમાં કેટલું રોકાણ કરવું પડશે.


મ્યુચ્યુઅલ ફંડ SIP રોકાણકારોમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેનું કારણ એ છે કે તેમાં તમને સારું વળતર મળી જાય છે. જો કે, તેમાં મળતું વળતર બજારના ઉતાર-ચઢાવ પર આધાર રાખે છે.


મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રોકાણ કરીને તમે સરળતાથી 1 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરી શકો છો. SIP, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો સૌથી સરળ રસ્તો છે. તેના દ્વારા તમે હપ્તામાં પૈસા રોકી શકો છો. જ્યારે ઇચ્છો ત્યારે તેને રોકી (pause) પણ શકાય છે. આ વિકલ્પ તમે ત્યારે પસંદ કરી શકો છો, જ્યારે તમને કોઈ ઈમરજન્સી હોય અને તમે બચત માટે પૈસા ન બચાવી શકતા હોવ.


1 કરોડનું ફંડ બનાવવા માટે આટલું કરો રોકાણ

SIP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા 12 થી 16 ટકા સુધીનું અંદાજિત વળતર મેળવી શકો છો. આ વળતર બજારના ઉતાર-ચઢાવ પર આધાર રાખે છે. આ સાથે જ તમે કયું મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરી રહ્યા છો તેના પર પણ આધાર રાખે છે.


12 ટકા વળતર- જો 12 ટકા અંદાજિત વળતરના હિસાબે ગણતરી કરવામાં આવે, તો તમારે દર મહિને 45 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. ત્યારે જ 10 વર્ષ પછી 1 કરોડ રૂપિયા બનશે. જો કે, બજારના ઉતાર-ચઢાવનું ધ્યાન રાખવું પડશે. આ સાથે જ એ પણ ધ્યાન રાખો કે કુલ ફંડમાંથી થોડા ટકા ટેક્સ તરીકે પણ કાપવામાં આવશે.


15 ટકા વળતર- જો મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રોકાણ કરીને વાર્ષિક 15 ટકા વળતર મળે છે. તો તમારે દર મહિને 39 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. જેના પછી તમને 10 વર્ષે એક કરોડ રૂપિયાનું ફંડ મળી જશે. ટેક્સ અને બજારના ઉતાર-ચઢાવ સિવાય તેમાં થોડા ચાર્જીસ પણ લેવામાં આવે છે.


શું SIPમાં રોકાણ કરવું યોગ્ય છે?

નિષ્ણાતોના મતે તમારું પોર્ટફોલિયો હંમેશા ડાયવર્સિફાઈ હોવું જોઈએ. જેનો અર્થ છે કે હંમેશા તમારા ફોલિયોમાં સુરક્ષિત અને અસુરક્ષિત બંને પ્લેટફોર્મની પસંદગી કરો. તેનાથી એક સંતુલન જળવાઈ રહે છે. સુરક્ષિત રોકાણમાં તમે પોસ્ટ ઓફિસ યોજના, સરકારી યોજના, એફડી વગેરે વિકલ્પો પસંદ કરી શકો છો.


જો તમે જોખમ ઓછું કરવા માંગો છો, તો ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ અથવા હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડનો વિકલ્પ પણ યોગ્ય રહેશે.


SIP શું છે?

SIPને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (Systematic Investment Plan) પણ કહેવામાં આવે છે. SIP દ્વારા તમે સરળતાથી મ્યુચ્યુઅલ ફંડમાં હપ્તામાં પૈસા રોકી શકો છો. આ સાથે જ SIP દ્વારા રોકાણની રકમ અને તારીખ બંને નક્કી કરી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application