તમને એરપોર્ટમાં નોકરી મળી ગઈ છે નકલી કોલ લેટર મોકલી ઉમેદવારો પાસેથી લાખો પડાવ્યા

  • December 13, 2023 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એરપોર્ટમાં તમને નોકરી મળી જશે તેવી સોશિયલ મીડિયામાં જાહેરાતો આપીને ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા ખંખેરી રહ્યા હોવાના કિસ્સાઓ ફરી બહાર આવતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ બાબતે લેભાગુ તત્વોથી સાવધાન રહેવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ખાસ સૂચન જારી કરવામાં આવ્યું છે આ બાબતને લઈને રાજકોટ એરપોર્ટમાં પણ પોસ્ટર મૂકવામાં આવ્યા છે.


અગાઉ પણ એરપોર્ટમાં ઉચ્ચ પોસ્ટ ઉપર નોકરી અપાવી દેવાની લોભામણી અને નકલી જાહેરાતો દ્વારા અનેક લોકોને શિશામાં ઉતારવામાં આવ્યા હતા તે દરમિયાન ઓથોરિટી દ્વારા આ બાબતે રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. આ અંગેની વિગતો મુજબ છેલ્લા થોડા સમયથી અલગ અલગ સોશિયલ મીડિયામાં સરકારી નોકરી અને તેમાં ખાસ કરીને એરપોર્ટ ઓથોરિટી જેવા ક્ષેત્રમાં વિવિધ પોસ્ટ માટે ની ભરતી દશર્વિતી જાહેરાતો વાયરલ થઈ હતી જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માં આસિસ્ટન્ટ, એન્જિનિયર, એક્ઝિક્યુટિવ, સિક્યુરિટી ઓફિસર સહિત વિવિધ હોદ્દાઓ અને ટેકનિકલ સ્ટાફ માટેની રિક્રુટમેન્ટ ની જાહેરાતો આવી હતી અને જેમાં નોકરી મેળવવા ઉમેદવારોને ફોન અને વેબસાઈટ ઉપર સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે ત્યારે જ્યારે એપ્લિકેશન કરે ત્યારે ઉમેદવાર ને ફી ચૂકવવા માટે સૂચના આપવામાં આવતી હોય છે. ત્યારબાદ ઓફર લેટર કે કોલ લેટર ની વિગતો ચેક કરવા માટે ઉમેદવારને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેવી નવી વેબસાઈટ ઉપર ચેક કરવાનું કહેવામાં આવે છે. ઉમેદવારોને એવી રીતે શિશામાં ઉતારી દેવામાં આવે છે કે તેમને આ વાત પર વિશ્વાસ આવે છે અને ફી ભરી દે છે.

ઘણા કેસમાં તો નકલી લેટર અને કોલ લેટર પણ ઉમેદવારો સુધી પહોંચ્યો છે જ્યારે ઉમેદવારો ઓથોરિટી આ લેટર લઈને હાજર થાય છે ત્યારે ખબર પડે છે કે તેની સાથે છેતરપિંડી થઈ છે આ સમગ્ર મામલો એરપોર્ટ ઓથોરિટી સમક્ષ પહોંચતા તેને પગલે સાવધાની દાખવી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આવા લે ભાગવું તત્વોથી સાવજ રહેવા ઓથોરિટીની ઓફિસિયલ વેબસાઈટ પર નોટિસ મૂકવામાં આવી છે આ ઉપરાંત મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને તકેદારી રાખવા માટે જાણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application