યુપીના સીએમ યોગી આદિત્યનાથે ફિલ્મમા દિગ્ગજો સાથે કરી મીટિંગ

  • January 07, 2023 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુપીના સીએમ યોગી આદિત્યનાથે ફિલ્મમા દિગ્ગજો સાથે કરી મીટિંગ

તાજ હોટલની બેઠકમાં ફીલ્મ સિટી અંગે ચર્ચા કરાઇ હોવના અહેવાલ

મીટિંગમાં ત્રણેય ખાન સહિત અમિતાભ બચ્ચનની સુચક ગેરહાજરી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફિલ્મોમાં રસ જાગ્યો છે. જેના માટે તેમણે મુંબઇમાં બોલીવૂડના દિગ્ગજ કલાકારો સાથે મીટિંગ પણ કરી હતી. જેમાં ફિલ્મ સિટી માટે રણનીતિ અંગે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં ખાસ મહેમાનો હતા, પરંતુ ત્રણેય ખાન સહિત મનોરંજન જગતમાં મહત્વનું યોગદાન આપનારા અમિતાભ બચ્ચન સહિતના સ્ટાર્સની ગેરહાજરી વર્તાતી હતી.

મુંબઈની તાજ હોટલમાં ફિલ્મી દુનિયાના સ્ટાર એકઠા થયા હતા. આ મીટિંગમાં ભાગ લેનારા સ્ટારની યાદી પણ સામે આવી છે. જેમાં ઓમ રાઉત, મધુર ભંડારકર, વિનોદ બચ્ચન, અનિલ શર્મા, બોની કપૂર, સુભાષ ઘઈ, શ્રીનારાયણ સિંહ અને અન્ય કેટલાય નામ સામેલ છે.

આ ઉપરાંત યોગી આદિત્યનાથની આ મીટિંગમાં અન્ય પણ કેટલાય દિગ્ગજ સામેલ થયા હતા. જેમાં પ્રોડ્યૂસર દીપક મુકુટ, પ્રોડ્યુસર કુમાર મંગત, મનમોહન શેટ્ટી, શિવાશીષ સરકાર, સિંગર કૈલાશ ખેર, ઈંદ્ર કુમાર, ડીનો મોરયા, કાજલ અગ્રવાલ, રાજપાલ યાદવ, મનોજ જોશી, જૈકી શ્રૌફ, રાહુલ મિત્રા, મનોજ મુંતશીર, ચંદ્રપ્રકાશ દ્વિવેદી, સોનૂ નિગમ, અર્જૂન બાઝવા, કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડા, દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆ જેવા સ્ટાર સામેલ થયા હતા.

અગાઉ બુધવારે પણ અક્ષય કુમારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અક્ષયે કહ્યું કે, યૂપીના ફિલ્મ સિટીને લઈને ભારતીય સિનેમા જગતમાં ખૂબ જ ઉત્સાહ છે. કેટલાય મોટા પ્રોડક્શન હાઉસ, પ્રોડ્યૂસર, ડાયરેક્ટર અને એક્ટર્સ યૂપીની ફિલ્મ સિટી રાહ જોઈ રહી છે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં વર્લ્ડ લેવલ ફિલ્મ એન્ડ ઈફોટેનમેન્ટ સિટીનો વિકાસ સિનેમા જગતને એક નવો વિકલ્પ આપશે.

અક્ષય કુમારે સીએમ યોગી સાથે પોતાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ રામસેતૂની સ્ક્રિપ્ટ તૈયાર કરતા પહેલા થયેલા રિસર્ચ, તૈયારીઓ, રામસેતૂની વૈજ્ઞાનિકતા વગેરે વિશે પણ ચર્ચા કરી અને કહ્યું કે, એક વાર આ ફિલ્મ જરુરથી જોશો. આ અવસર પર સીએમ યોગીએ કહ્યું કે, જનજાગૃતિ ફેલાવામાં સિનેમાની બહુ મોટી ભૂમિકા છે. ફિલ્મમેકર્સને વિષય પસંદ કરતી વખતે સામાજિક અને રાષ્ટ્રીય ચેતના વિષયોને મહત્વ આપવા જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application