પોરબંદરના યોગ પ્રેમીઓ માટે નુતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સાથે યોજાઇ ધાર્મિકયાત્રા

  • November 11, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં યોગ તજજ્ઞોએ નુતન વર્ષ નિમિત્તે ધાર્મિક પ્રવાસનું આયોજન કર્યું હતુ.
પોરબંદર જિલ્લામાં નુતન વર્ષ પર્વ નિમિતે સ્નેહમિલનમાં યોગ સાથે જોડાયેલા યોગ તજજ્ઞો તેના પરિવારના સભ્યો સાથે બહોળી સંખ્યામાં ત્રણ બસના આયોજન સાથે દ્વારકા,બેટ દ્વારકા,મોગલધામ તેમજ હરસિદ્ધિ ધામના દર્શન કર્યા હતા. ત્રણ તાલુકાના યોગિયોએ ધાર્મિક પ્રવાસ તેમજ અન્ન સાથે મન મેળાપ કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમના આયોજન તેમજ નાસ્તાની વ્યવસ્થા  સિનિયર યોગ કોચ ગોરધનભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી,ડો.વી.આર.ગોઢાણીયા યોગ ડીપાર્ટમેન્ટના કો-ઓર્ડીનેટર જીવાભાઈ ખુંટી સાથે  યોગ કોચ હાર્દિક તન્ના, કોચ ખીમભાઇ મારૂ, કોચ નફીસાબેન ધલાની,કોચ રાજેશ કક્કડ સોશ્યિલ મીડિયા કો-ઓર્ડીનેટર માલતી સોલંકી,જાણીતા સંગીતકાર અશોક નંદાણીયાએ યોગ ગરબા કર્યા હતા તેમજ તમામ ટ્રેનરોનો સહયોગથી સ્નેહમિલન તેમજ ધાર્મિક પ્રવાસનું આયોજન સફળ રહ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News