સોમનાથ મંદિર સાંનિધ્યે યોગ નિદર્શનથી અનોખો માહોલ રચાયો

  • June 21, 2023 02:47 PM 

સમગ્ર વિશ્ર્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમંગપૂર્વક ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત ગીર સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિર પાસેના ચોપાટી ગ્રાઉન્ડમાં જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને એક પૃથ્વી, એક સ્વાસ્થ્યની થીમ પર નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જન પ્રતિનિધિઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ અને શાળા-કોલેજ સહિત શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ તેમજ સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચોપાટી ગ્રાઉન્ડમાં ઉપસ્થિત તમામે શલભાસન, મકરાસન, અર્ધઉષ્ઠાસન, ઉત્તાનમંડૂકાસન, વક્રાસન, ભૂજંગાસન જેવા વિવિધ આસનોથી સામૂહિક યોગ દ્વારા ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. આ તકે સ્વામિનારાયણ દ્રોણેશ્ર્વર ગુરુકુળની વિદ્યાર્થિનીઓએ યોગ નિદર્શન કર્યુ હતું સાથે જ ઉપસ્થિત તમામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન પણ નિહાળ્યું હતું. આ તકે નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા રમત અધિકારી કાનજી ભાલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા સહિત અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, માનસિંહભાઈ પરમાર સહિત જન પ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ અગ્રણીઓ તેમજ શહેરીજનો પણ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.


સોમનાથમાં જિલ્લા પંચાયત પ્રમુખ અધ્યક્ષસ્થાને યોગ દિવસની ઉજવણી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સોમનાથ મંદિર પાસેના ચોપાટી ગ્રાઉન્ડમાં જિલ્લા પંચાયત પ્રમકુખ રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી. આ યોગ દિવસની ઉજવણીમાં શહેરીજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એક પૃથ્વી એક સ્વાસ્થ્ય થીમ હેઠળ યોજાનાર આ યોગ દિવસમાં અતિથીવિશેષ તરીકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કોડીનાર ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, ઉના ધારાસભ્ય કે.સી.રાઠોડ તેમજ વેરાવળ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ જિલ્લા કલેકટર એચ.કે. વઢવાણિયા સહિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ જનપ્રતિનિધિઓ અને વિવિધ અગ્રણીઓ તેમજ શહેરીજનો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.


જૂનાગઢ: દાતાર ડુંગર પર યોગ નિદર્શન યોજાયું
જૂનાગઢ: જૂનાગઢ ઉપલા દાતારની ટોચ પર આજે યોગ દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.સમુદ્રની સપાટીથી ૩૨૦૦ ફૂટ ઉપર આવેલ કોમી એકતાના પ્રતિક સમા ઉપલા દાતારની જગ્યા ખાતે આજે વિશ્ર્વ યોગ દિવસ નિમિતે મહંત પૂજ્ય ભીમબાપુની નિશ્રામાં વહેલી સવારે ગિરનાર સ્પોર્ટ કલબના વિદ્યાર્થી મિત્રો દ્વારા યોગ નિદર્શનનો કાર્યક્રમ ઉપલા દાતારના મહંત ભીમબાપુની હાજરીમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં યોગ નિર્દેશન માટે સ્પોર્ટસ કલબના સાગરભાઈ કટારિયાએ સેવા આપી હતી અને દાતારની જગ્યાના સેવકો અને અનુયાયીઓએ યોગ નિર્દેશનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.


જસદણમાં યોગ દિવસની ઉજવણી: જસદણ સાણથલી ખાતે યોગ નિદર્શનમાં ૭૦૦ લોકોએ ભાગ લીધો
આટકોટ:જસદણ-આટકોટ રોડ ઉપર આવેલ ઓમકાર શૈક્ષણિક સંકુલમાં નગરપાલિકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર આર.સી.શેખ, તાલુકા હેલ્થ ઓફિસર આર.સી.રામ તથા પોલીસ સ્ટાફ તેમજ વિદ્યાર્થી તેમજ વડિલો ઉપસ્થિત રહ્યા હતા. યોગ ભગાડે રોગ રોજ યોગ કરવા જોઈએ તેવું નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું જસદણના લોકોનું આરોગ્ય સારું રહે તેવું જણાવ્યું હતું જેમાં જસદણ ફાયરબ્રિગેડનો સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગના સ્ટાફ તથા આશા વર્કર આંગણવાડી વર્કર બહેનો સહિત યોગ કર્યો હતા. આ કાર્યક્રમાં સ્કૂલના વિદ્યાર્થી પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષક ગણ વડિલો તેમજ પધારેલા આમંત્રિત મહેમાનોએ યોગ કર્યા હતા. પ્રાણાયમ સહિતના વિવિધ યોગાસનો કર્યા હતા યોગ બાદ આરોગ્ય વર્ધક લીંબુ સરમત આપવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જસદણ તાલુકા કક્ષાની ઉજવણી સાણથલી તાલુકા પ્રા.શાળા મુકામે કરવામાં આવી હતી. જેમાં મામલતદાર અસવારના ના.મામલતદાર રાજા વડલા, જસદણ તાલુકા વિકાસ અધિકારી રાઠોડ, પીએસઆઈ સિસોદિયા આટકોટ, તા. પ્રા. શિક્ષણાધિકારી વન્દ્રા, માંડલિયા, હરેશભાઈ કચ્છી, વિપુલભાઈ ત્રાપસિયા, લલિતભાઈ મારકણા તથા માલમતદાર કચેરી સ્ટાફ, મેડિકલ ટીમ, પોલીસ સ્ટેશન આટકોટ અને સાણથલી સ્ટાફ, આંગણવાડી ઓફિસરો, સાણથલી ગામની સરકારી અને પ્રાઈવેટ શાળા જેમાં કન્યા શાળા, તાલુકા શાળા, કુમાર શાળા, જીપીએસ હાઈસ્કૂલ, સરદાર અને આ‚ણી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા ગ્રામજનો રમેશભાઈ વેકરિયા, પત્રકાર હસુભાઈ વસાણી હાજર રહી યોગ દિવસની ઉજવણીમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી. જેમાં અંદાજે ૭૦૦ વ્યક્તિઓએ લાભ લીધો હતો. સમગ્ર યોગ અને ક્રિયાઓનું નિદર્શન જૂના પીપળિયા તા.શાળાના પીટી શિક્ષક આશિષભાઈ રામાણી દ્વારા અને કાર્યક્રમનું સંચાલન સલિમભાઈ ખીમાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સાણથલી તાલુકા શાળાના આચાર્ય મનનભાઈ બડમલિયા અને શાળા પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.


જામકંડોરણામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
જામકંડોરણા: જામકંડોરણામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાની ઉજવરી ભાઈઓ માટે કુમાર છાત્રાલય તેમજ બહેનો માટે કન્યા વિદ્યાલય ખાતે ઉજવરી કરવામાં આવી હતી આ ઉજવણી પઅસંગે જામકંડોરણા મામલતદાર કે.બી.સાંગાણી, તાલુકા વિકાસ અધિકારી એચ. એમ. ભાસ્કર બીઆરસીકોઓ સંજયભાઈ બોરખતરિયા, પીએસઆઈ ડોડિયા તેમજ પોલીસ તથા હોમગાર્ડના જવાનો કર્મચારીઓ અને સ્કૂલના બાળકો અને ગ્રામજનોએ હાજરી આપી સમૂહમાં યોગ કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
​​​​​​​
કેશોદમાં યોગ દિવસની ઉજવણી
કેશોદ: કેશોદ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા અલ્ટ્રા સ્કૂલના પટાંગણમાં વહેલી સવારે વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં ચીફ ઓફિસર નગરપાલિકાના પદાધિકારીઓ, કર્મચારીઓ અને અલ્ટ્રા સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application