મધ્યપ્રદેશમાં યાદવ, છત્તીસગઢમાં વિષ્ણુદેવની આજે શપથવિધિ

  • December 13, 2023 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. બંને રાજ્યોમાં આજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. સૌથી પહેલા મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. છત્તીસગઢના નવનિયુક્ત મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાંઈ અને બે નાયબ મુખ્ય પ્રધાનો અને 10 કેબિનેટ પ્રધાનો સાથે, રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં શપથ લેશે. મધ્યપ્રદેશના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં આજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોહન યાદવની સાથેઅનેક મંત્રીઓ પણ હોદ્દા અને ગોપ્નીયતાના શપથ લઈ શકે છે. છત્તીસગઢના નવનિયુક્ત મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય સાંજે 4 વાગ્યે રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં યોજાનાર કાર્યક્રમમાં શપથ લેશે. બંને રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ મોદી ઉપરાંત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપ્ના વરિષ્ઠ નેતાઓ પણ બંને રાજ્યોમાં આજે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીના આગમન માટે પૂરતી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં એક એડીજી સ્તરના અધિકારી અને ચાર આઈજી સ્તરના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કાર્યક્રમની સાથે ટ્રાફિક વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીની સાથે બે ડેપ્યુટી સીએમ સહિત કેબિનેટ પણ શપથ લઈ શકે છે. કેબિનેટને લઈને મંથન ચાલી રહ્યું છે. રાજ્યની જનતા આની પણ રાહ જોઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ્ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા, ભાજપ્ના પ્રદેશ પ્રભારી ઓમ માથુર, સહ પ્રભારી નીતિન નબીન અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સમારોહમાં હાજરી આપશે.
ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં ભાજપ દ્વારા બીજી વખત ભાજપ્ની રાજ્ય સરકારની શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં વર્ષ 2003માં ઉમા ભારતીએ શપથ લીધા હતા. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભાજપ્ના વડા કુશાભાઉ ઠાકરે સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ આ શપથવિધી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application