દરિયાની ખારાશ આગળ વધતી અટકાવવા ખંભાળિયામાં કાર્યશાળા

  • December 26, 2023 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભૂગર્ભ જળ વ્યવસ્થાપન અંતર્ગત વિવિધ માહિતીઓ અપાઈ

ગુજરાતમાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપન તથા દરિયાની ખારાશને આગળ વધતી અટકાવવાના ભાગરૂપે લોકોમાં જાગૃતિ લાવવા માટેનું આયોજન જુદા જુદા વિસ્તારોમાં થઈ રહ્યું છે. તે અંતર્ગત ખંભાળિયામાં પણ એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભુજ સ્થિત સંસ્થા સાથે ખંભાળિયા નજીક આવેલી નયારા એનર્જી, વિન ફાઉન્ડેશન, અજીમ પ્રેમજી ફાઉન્ડેશન, કોસ્ટલ સેલીનિટી પ્રિવેન્શન સેલ તથા અન્ય સંસ્થાઓના ઉપક્રમે ખંભાળિયામાં જિલ્લા પંચાયત કોન્ફરન્સ હોલ ખાતે આ કાર્ય શાળા યોજાઈ હતી. આ કાર્યક્રમનો પ્રારંભ જળ આહુતિથી કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો હેતુ તથા ઉપયોગીતા સમજાવતા સંસ્થાના ડાયરેક્ટર ડો. યોગેશએ જણાવ્યું હતું કે દરિયાના કિનારાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખારાશ આગળ વધતી જાય છે. ચિંતાજનક બાબત તો એ છે કે કેટલાક સ્થળોએ તો ૩૫-૪૦ કિલોમીટર અંતર સુધી આ ખારાશ આગળ પહોંચી ગઈ છે. જેના નિરાકરણ માટે ખંભાળિયાના દરિયાકાંઠાના પંદરેક જેટલા ગામોમાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપનનું મોડેલ બનાવાય તો માળીયાથી ભાવનગર સુધીના વિસ્તારોમાં માર્ગદર્શક બને.
સરકારના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા જી.ડબલ્યુ.આર.ડી.સી. દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે રિલાયન્સ ફાઉન્ડેશન, અંબુજા ફાઉન્ડેશન, ગીરગંગા ટ્રસ્ટ, વિગેરેની પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન પણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, ડીસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન પી.એસ. જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમના દ્વારા દરિયાઈ ખારશને આગળ વધતી અટકાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા બાબતે અંગે સૂચનો તથા સહમતિ સાંપડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application