કેશોદ: કેશોદના ચારચોક વિસ્તારમાં આવેલા રેલ્વે ફાટક પર ટ્રાફિક સમસ્યા હલ કરવા અને ફાટક મુકત કરવા ખાતમુહત્પર્ત કર્યા પછી ચાલતાં અંડરબ્રીજના કામમાં આજે વહેલી સવારે શ્રમિક પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં મોતને ભેટયા હતાં. કેશોદના ચારચોક રેલ્વે ફાટક પાસે આવેલ પ્રોવિઝન સ્ટોરના ઓટા પર સુતેલા વિજયભાઈ કાનાભાઈ ચારોલીયા ઉમર વર્ષ ૪૦,રહેવાસી કોર્ટ પાછળ કેશોદ, છૂટક મજૂરી કામ કરતાં હોય કોઈ પણ કારણોસર પડી જતા અંડરબ્રીજના સળીયા ખિલાસરી છાતીના ભાગેમાધુસી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં સ્થળ પર જ મોત નીપયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. વહેલી સવારે પસાર થતાં રાહદારીઓ અને વેપારીઓને આ ઘટના ધ્યાને આવતાં ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવાને જાણ કરતાં વિજયભાઈ કાનાભાઈ ચારોલીયાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કેશોદ પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેશોદના ચારચોક વિસ્તારમાં વહેલી સવારે બનેલી ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ટોળેટોળાં ઉમટી પડયા હતાં. કેશોદના ચારચોક વિસ્તારમાં ચાલતાં અંડરબ્રીજના કામમાં વહીવટી મંજૂરીના વાકે કામ ખોરંભે પડયું છે ત્યારે આજે એક નિદોર્ષ શ્રમજીવીએ જીવ ગુમાવતાં ગોઝારો પુરવાર થયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાળ બોલાવતો હોય તેમ મિત્રે ના કહી છતા આસિફ પ્રેમિકાને મળવા આવ્યો ને મોત મળ્યું
January 23, 2025 11:20 AMકોલ્ડ પ્લે કોન્સર્ટની સુરક્ષામાં ૩૮૦૦ પોલીસ તૈનાત
January 23, 2025 11:18 AMદ્વારકાના જગતમંદિરની ઘ્વજાજી મુદ્દે વડાપ્રધાનને પત્ર: ભ્રષ્ટાચારનો આક્ષેપ
January 23, 2025 11:18 AMમહાનગરોમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં મૂલ્યાંકન માટેના માપદંડ લાગુ પડાશે
January 23, 2025 11:16 AMઠંડીમાં સામાન્યથી બે ડિગ્રીનો વધારો કાલથી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં
January 23, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech