અમદાવાદમાં આજે સવારે ભીષણ આગની ઘટના બની હતી. જેમાં ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 22 વાહન સહિત 35 વાહન ભસ્મીભૂત થઈ ગયા હતા. આગની ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની બે ગાડીઓ દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે એ પહેલા તો વાહનો બળીને ખાક થઈ ચૂક્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ બનાવમાં 33 ટુવ્હિલર અને 2 કાર સળગી ગઈ હતી.
ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા વાહનો બળીને ખાક થઈ જતા હવે વાહન માલિકોને નુકસાનની ભરપાઈ કોણ કરશે તે સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે પોલીસ દ્વારા વાહન ડિટેઇન કરવામાં આવ્યા બાદ તેની સંપૂર્ણ જવાબદારી પોલીસની બને છે.
ઉચ્ચ પોલીસ અધિકારી દોડી આવ્યા
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, રિંગરોડ પર ઓઢવ પોલીસ સ્ટેશનની સામે બ્રિજની નીચે વાહનોમાં આગ લાગી છે. જેથી તાત્કાલિક ધોરણે ઓઢવ ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બ્રિજની નીચે પડેલાં ટુ-વ્હીલર અને ગાડીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અને તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લઈ લીધી હતી. આગ લાગતાંની સાથે ઓઢવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બહાર દોડી આવ્યો હતો. ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
11 ટુ વ્હીલર અન્ય લોકોનાં પાર્ક કરેલાં હતાં તે પણ ખાક
ઓઢવ ફાયર સ્ટેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઓઢવ બ્રિજની નીચે આઇ ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવેલાં ટુ-વ્હીલર અને ગાડીઓમાં આગ લાગી હતી. 22 જેટલાં ડિટેઈન કરેલાં ટુ-વ્હીલર અને બે ગાડીમાં આગ લાગી હતી. જ્યારે બાકીના 11 ટુ વ્હીલર અન્ય લોકોનાં પાર્ક કરેલાં હતાં તેમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. સવારે સાત વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. પોલીસના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech