રાજકોટ મહાપાલિકામાં આજે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં વોર્ડ નં.11ના મવડી-મોટા મવા વિસ્તારમાં પાણીની ડીઆઇ લાઇનનું 20 મહિનાથી અટકતું કામ અંતે આજે મંજુર કરવામાં આવ્યું હતું.
વિશેષમાં આ અંગે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાનાં વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.11માં અમૃત 2.0 યોજના અંતર્ગત પીવાના પાણીની ડી.આઇ.પાઇપ લાઇન તથા રોડ રીસ્ટોરેશન કરવા માટે લેબર પાર્ટ અને મટીરીયલ સહિતના કામ માટે સૌપ્રથમ તા.28-2-2023ના રોજ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિવિધ કારણોસર સપ્ટેમ્બર-2024 સુધીના 20 મહિનાના સમયગાળામાં કુલ 7 વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી ત્યારબાદ અંતે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં 55.81 ટકા ઓનથી 10.82 કરોડમાં હાઇ બોન્ડ ઇન્ફ્રા પ્રા.લિ.ને કામ આપવા મુકાયેલી દરખાસ્ત સવર્નિુમતે મંજુર કરાઇ હતી.
સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં મંજૂર થયેલા મુખ્ય વિકાસકામો
(1) વોર્ડ નં.11માં પીવાના પાણીની ડીઆઇ પાઇપ લાઇન તથા રોડ રીસ્ટોરેશનનું કામ મંજુર
(2) વોર્ડ નં.1માં રામાપીર ચોક મેઇન રોડ પર રાણીમાં-રૂડીમાં ચોકથી સ્માર્ટ સીટી સુધી ફુટપાથ તથા સાઇડ સોલ્ડરમાં પેવિંગ બ્લોક નાખવાનું મંજુર
(3) વોર્ડ નં.12માં વાવડીથી ગોંડલ રોડ, પ્રશાંત કાસ્ટીંગ-કીચને લાગુ વિસ્તારના મુખ્ય રસ્તાના સબ- બેઇઝ તથા ડામર કાર્પેટ કરવાનું મંજુર
(4) વોર્ડ નં.1માં ઇન્દીરાનગર આવાસ યોજના પાસે બે આંગણવાડી તથા કમ્પાઉન્ડ વોલ બનાવવાનું મંજુર
(5) મ્યુનિસિપલ સ્ક્રેપ મટીરીયલ સરકારની એમએસ ટીસી લિમિટેડ મારફત ઇ-ઓક્શન પધ્ધતિથી નિકાલ કરવાનું મંજુર
(6) એક પેડ મા કે નામ યોજના હેઠળ ઘનિષ્ઠ વૃક્ષારોપણ તથા મીયાવાકી પ્લાન્ટેશન કરવાનું મંજુર
(7) વોર્ડ નં.1માં જામનગર હાઇ-વે રોડના ઉતર તરફના ભાગમાં ડ્રેનેજ સીવરેજ નેટવર્ક અને રેલ્વે ક્રોસીંગ, રાજકોટ જામનગર હાઇ-વેમાં પાઇપ પુસીંગ કરવાનું તથા રોડ રીસ્ટોરેશન કરવાનું મંજુર
(8) વોર્ડ નં.11માં મોટા મવા તથા લક્ષ્મીઢોરા વિસ્તારમાં ડ્રેનેજ હાઉસ કનેકશન ચેમ્બર બનાવવાના તથા રોડ રીસ્ટોરેશન કરવાનું મંજુર
(9) સેન્ટ્રલ વર્કશોપ શાખા હસ્તકની કામગીરી માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી મેનપાવર રાખવા માટે નવી એજન્સી નિયુક્ત ન થાય ત્યા સુધી હયાત રેઈટ કોન્ટ્રાકટ મુજબ કામગીરી ચાલુ રાખવાનું મંજુર
(10) રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ બિલ્ડીંગમાં ફાયર ફાઇટીંગ સિસ્ટમ ડિઝાઇનીંગ, સપ્લાઇંગ, ઇન્સ્ટોલીંગ, ટેસ્ટીંગ તથા કમિશનીંગ કરાવવાનો કોન્ટ્રાકટ મંજુર
(11) વોર્ડ નં.9માં મુંજકા વિસ્તારમાં અલગ-અલગ ડાયામીટરની ડી.આઇ. પાઇપ નાખવા તથા રોડ રીસ્ટોરેશન કરવાનું મંજુર
(12) ત્રણેય ઝોનમાં મોન્સુન દરમિયાન ઇમલ્શન દ્વારા મિકેનિકલ પધ્ધતિથી સાઇટ પર રસ્તા પરના પોટ હોલ્સ રીપેર કરવાનું મંજુર
(13) સ્વર્ણિ યોજના હેઠળ આગવી ઓળખ ઘટક હેઠળ મળવાપાત્ર ગ્રાંટ અન્વયે દરખાસ્ત કરવાનું મંજુર
(14) વોર્ડ નં.2માં બજરંગવાડી શેરી નં.5ના ખૂણે આવેલ પ્લોટ નં.એસ આઇ-7માં એરોબીક સેન્ટર અંતર્ગત પેવીંગ બ્લોક નાખવાનું મંજુર
(15) વોર્ડ નં.8માં નાના મવા ચોકમાં ફલાય ઓવર બ્રીજ નીચે મોર્ડનાઇઝડ ટોયલેટ બનાવવાનું મંજુર
(16) વોર્ડ નં.12માં રસુલપરા કાંગશીયાળી રોડ ઉપર ડીવાઇડર બનાવવાનું મંજુર
(17) વોર્ડ નં.1માં આવેલ રૈયાધાર વિસ્તારમાં માધવ ચોક થી બંસીધર પાર્ક સોસાયટીના છેડા સુધીના 24 મીટર રોડને ડામર કરવાનું મંજુર
(18) વોર્ડ નં.18માં આવેલ નચિકેતા-સી, ઋષિકેશ વિલા, નટરાજ વિગેરે સોસાયટીઓમાં ડ્રેનેજ લાઇન નાખવાના તથા મેનહોલ હાઉસ કનેક્શન ચેમ્બર બનાવવાનું મંજુર
(19) વોર્ડ નં.2માં ટીપી સ્કીમ નં.9ના વિવિધ રસ્તાઓ (નિલકંઠ સોસાયટી વાળો 12.00 મીટર ટીપી રોડ તથા તરુવર ફલેટ સામેનો 15.00 મીટર ટીપી રોડ) ડેવલપ કરવાનું મંજુર
(20) વોર્ડ નં.1માં વર્ધમાનનગર 24 મીટર ડી.પી. રોડના ઉતર તથા દક્ષિણ તરફના ભાગમાં ડ્રેનેજ હાઉસ કનેકશન સીસ્ટમ તથા રોડ રીસ્ટોરેશન કરવાનું મંજુર
(21) પ્રધ્યુમન પાર્ક ઝુ ખાતે લાયન સફારી પાર્કની અંદર ઇન્ટરનલ ડામર રોડ કરવાનું મંજુર
(22) વોર્ડ નં.12માં છ આંગણવાડીઓ બનાવવાનું મંજુર
(23) વોર્ડ નં.12માં પુનિતનગર 24 મીટર ડી.પી. રોડ પર સેન્ટ્રલ ડીવાઇડર બનાવવાનું મંજુર
(24) વોર્ડ નં.4માં ટી.પી.સ્કીમ નં.14માં આવેલ એફ.પી. 7/4,7/1,6/1/2 અને 7/3,7/2, 5/3/2 ને લાગુ 12 મીટર ટીપી રોડ અને 8/1/1,7/2 ને લાગુ 9 મીટર ટીપી રોડને ડેવલપ કરવાનું મંજુર
(25) વોર્ડનં.6માં શક્તિ હાઉસીંગ સોસાયટી, રણછોડનગર અને ચંપકનગર(પાર્ટ-3)માં ડી.આઈ. પાઇપલાઇન તથા રોડ રિસ્ટોરેશન કરવાનું મંજુર
(26) ઝુ ખાતે મજુર સપ્લાય કરવાના કામનો દ્વિવાર્ષિક કોન્ટ્રાકટ આપવાનું મંજુર
(27) બિન ઉપયોગી/નોન યુઝ મ્યુનિ. વાહનોને સ્ક્રેપ કરવાનું મંજુર
(28) બિન ઉપયોગી/નોન યુઝ ઓટો-સ્ક્રેપ, ટાયર- ટ્યુબ-ફ્લેપ અને બળેલ ઓઇલનું ઇ ઓક્શનથી વેચાણ કરવાનું મંજુર
(29) ઝુ ખાતે લાયન સફારી પાર્કમાં એન્ટ્રન્સ પ્લાઝા તેમજ જુદી જુદી વિઝીટર એમેનીટીઝ બનાવવાનું મંજુર
(30) વડાપ્રધાનના જન્મદિન ઉજવણીરૂપે યોજાયેલ બોડી-બિલ્ડીંગ તથા આર્મ રેસલીંગ સ્પધર્િ અન્વયેનું ખર્ચ મંજુર
(31) પુસ્તકાલયો માટે પુસ્તકો ખરીદવા માટે દ્વિવાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ મંજુર
(32) એ.એન.સી.ડી. તથા દબાણ હટાવ વિભાગની કામગીરી માટે મજુર સપ્લાય કરવાના કામના કોન્ટ્રાકટની મુદત વધારવાનું મંજુર
(33) વોર્ડ નં.16માં 80 ફૂટ રોડ પર આવેલ વિદ્યુત સ્મશાનની હયાત સેલ્ફ સપોર્ટેડ ચીમની ડીસમેન્ટલ કરી, નવી સેલ્ફ સપોર્ટેડ ચીમની નવા આર.સી.સી. ફાઉન્ડેશન સાથે સપ્લાય, ઈન્સ્ટોલેશન, ટેસ્ટીંગ અને કમીશનીંગ કરી આપવાનો કોન્ટ્રાકટ આપવાનું મંજુર
(34) સફાઈ કામદારોને સેવાનિવૃત્તિ આપી તેઓની જગ્યાએ તેઓના વારસદારોને નિમણુંક આપવાનું મંજુર
(35) ઓડિટ શાખામાં ખાલી પડેલ આસિ.ઓડિટરની જગ્યા પર બઢતી આપવાનું મંજુર
(36) ઓડિટ શાખામાં આઉટસોર્સિંગથી પટ્ટાવાળા રાખવાની મંજુરીને બહાલી
(37) ઓડિટ શાખામાં પટ્ટાવાળાની ત્રણ જગ્યાઓની મુદ્દત તથા તે જગ્યાઓ પર ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની મુદ્દત વિશેષ એક વર્ષ લંબાવવાનું મંજુર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech