લાખોટા તળાવે ભારતીય પરિધાનમાં મહિલાઓની રેલી: સાડીમાં દેખાયા સાંસદ

  • June 22, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાપાલિકા તથા વિઝન કલબના સંયુકત ઉપક્રમે ગઇકાલે આંતરરાષ્ટ્રિય યોગ દિન નિમિતે ભારતીય પરીધાન સાડી પહેરીને વોકેથોનનું તળાવની પાળે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગરબા, નૃત્ય, તલવાર રાસ, ગીત-સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં, કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ સાડીમાં સજ્જ જોવા મળ્યા હતાં, આ ઉપરાંત  મેયર બિનાબેન કોઠારી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, વિઝન કલબના મીતાબેન દોશી, અલ્પાબેન મહેતા સહિતની મહીલાઓ મોટી સંખ્યામાં જોવા મળી હતી, હાથમાં રાષ્ટ્રઘ્વજ ધારણ કરીને સાંસદ આગળ ચાલતા દેખાયા હતાં, મહીલાઓમાં અદમ્ય ઉત્સાહ નજરે પડતો હતો, એક ઉત્સવ જેવો માહોલ થઇ ગયો હતો અને આ રેલીના સમાપન બાદ સંગીતની સુરાવલીઓ લાખોટા તળાવે ગુંજી ઉઠી હતી, મહીલાઓ તથા અન્ય શહેરીજનોએ સંગીતનો કાર્યક્રમ માણ્યો હતો અને આ રીતે આંતરરાષ્ટ્રિય યોગ દિવસને યાદગાર બનાવવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application