રાજકોટમાં દોઢસો ફટ રિંગરોડ પર પુનીતના ટાંકા પાસે રાત્રીના બે મહિલાઓએ રીક્ષા ઉભી રખાવી બાદમાં અન્ય બે શખસો ધસી આવી રીક્ષાચાલક પ્રૌઢ સાથે મારકૂટ કરી તેમનો મોબાઇલ અને .૧૭૦૦ ની રોકડની લુંટ ચલાવી હતી.રસોઇ કામ કરનાર પ્રૌઢે આ અંગે માલવીયાનનગર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તાકીદે તપાસ હાથ ધરી બંને મહિલાઓને ઝડપી લીધી હતી.જયારે તેની સાથેનો બંને શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દોઢસો ફટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે શિવધામ સોસાયટી શેરી નંબર ૪ માં રહેતા અને રસોઈ કામ કરનાર મહેન્દ્રભાઈ ભીખુભાઈ સરસીયા (ઉ.વ ૫૪) નામના પ્રૌઢે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં બે મહિલાઓ સહિત ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે. મહેન્દ્રભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કેટરર્સને લગતું કામ કરે છે. બુધવાર રાત્રિના દસેક વાગ્યે ગોંડલથી કેટરીંગ કામ પતાવી અન્ય માણસોને સાથે પોતાની રિક્ષામાં રાજકોટ આવવા નીકળ્યા હતા.
રાત્રિના સવા બારેક વાગ્યા આસપાસ રાજકોટ પહોંચ્યા બાદ એક માણસને પુનીતના ટાંકા પાસે યારે બીજા માણસને મવડી ચોકડી ઉતારી ગોંડલ ચોકડી તરફ ભજીયાના કારીગરને લેવા માટે નીકળ્યા હતા. રસ્તામાં પુનિતના ટાંકા પહેલા સીટી બસ સ્ટેશન પાસે પહોંચતા બે અજાણી મહિલાઓએ રોડ વચ્ચે ઉભી હોય અને રિક્ષામાં બેસવા માટે હાથ ઐંચો કરતા રીક્ષા ધીમી પાડી હતી.બાદમાં પ્રૌઢ કઇં કહે તે પહેલા જ બંને મહિલાઓ પાછળની સીટમાં બેસી ગઈ હતી. તે જ વખતે બે શખસ તેની પાસે આવ્યા હતા અને ઝપાઝપી શ કરી ઈજા પહોંચાડી હતી. રીક્ષામાં બેઠેલી બંને મહિલાઓએ પણ ઝપાઝપી કરી રીક્ષાના આગળના સ્ટેન્ડમાં રાખેલો મોબાઈલ ફોન લઈ લીધો હતો. યારે આ બંને શખસોએ પ્રૌઢના શર્ટના ખિસ્સામાંથી રોકડ પિયા ૧૭૦૦ લૂંટી લીધા હતા તથા નખ વડે ગળાના ભાગે ઇજા પહોંચાડી હતી.
ત્યારબાદ આ ચારેય શખસો અહીંથી ભાગી ગયા હતા જે અંગે પ્રૌઢે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યેા હતો.
માલવયાવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઈની રાહબરી હેઠળ ટીમે લૂંટના આ બનાવને લઈ તપાસ હાથ ધરી પ્રૌઢને શિકાર બનાવનાર બંને મહિલાઓને ઝડપી લીધી હતી. યારે અન્ય બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.આ ટોળકીએ આ રીતે અન્ય કોઇને શિકાર બનાવ્યા છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech