રાજકોટ રલમાં સ્થાનિક પોલીસે જુગારના દરોડા પાંચ દરોડા પાડી મહિલાઓ સહીત ૨૯ વ્યકિતઓને ઝડપી પાડી રોકડ અને મોબાઈલ મળી ૫૯,૬૯૦ની મત્તા કબ્જે કરી હતી.
જેતપુરના જીથુડી રોડ ઉપર પાણીના ટાંકા પાસે જનતા નગરમાં રહેતા સલમાબેન અજીતભાઇ સકરીયાણી પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનું સાહિત્ય સહિતની વ્યવસ્થા પુરી પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાની ચોક્કસ બાતમીના આધારે જેતપુર પોલીસે રેઇડ કરતા રજાક અસ્લમભાઇ દેથા (રહે.મધુરમ એપાર્ટમેન્ટ, જેતપુર), અસ્લમ અજીતભાઇ સકરીયાણી (રહે.જનતા નગર), કશાનાબેન સિંકદરભાઇ સોલંકી ( રહે.જનતા નગર), રંજનબેન બળદેવભાઇ મકવાણા (રહે.રામાપીરના મંદીર પાસે જેતપુર), જુગાર રમાડનાર સલમાબેન અજીતભાઇ સકરીયાણી, સલમાબેન રજાકભાઇ દેથા (રહે. મધુરમ એપાર્ટમેન્ટ)ને ઝડપી લઇ તમામ પાસે રહેલી રોકડ અને મોબાઈલ–૪ મળી કુલ . .૨૩,૮૦૦નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધ્યો છે.
જસદણમાં મહિલા સંચાલિત જુગાર પકડાયો
જસદણના ગીતાનગરમાં રહેતા ચંદ્રાબેન પ્રતાપભાઇ ખાચર પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડતા હોવાની ચોક્કસ બાતમી જસદણ પોલીસને મળતા પોલીસે દરોડો પાડી મકાન માલીક ચંદ્રાબેન પ્રતાપભાઇ ખાચર, સરોજબેન કાળુભાઇ નાદપરા (રહે.જસદણ, ગજાનદં એપાર્ટમેન્ટ), હેમાલીબેન ભાવેશભાઇ સોલંકી (રહે.જસદણ, ગંગાભુવન), લીલાબેન બાબુભાઇ નાગજીભાઇ બારશીયા (રહે.જસદણ, ગંગાભુવન), કાળુ ઓઢભાઇ ખાચર (રહે.વાંગધ્રા, તા.વિછીંયા), કાના મામૈયાભાઇ રાઠોડ (રહે.તુરખા ગામ. તા.જી.બોટાદ), દેવરાજ વાલાભાઇ ખાંભલા (રહે.વાંગધ્રા, તા.વિછીંયા)ને ઝડપી પાડી રોકડ ૧૭,૯૦૦ ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો છે.
પડધરીમાં જુગાર રમતા ૫ ઝબ્બે, એક ફરાર
પડધરીના ગીતાનગરમાં જાહેર પટમાં તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા અજય રાજુભાઇ સોલંકી, ધર્મેશ લવજીભાઇ રોડીયા, ગણપત જેન્તીભાઇ સોલંકી (રહે. ગાંધીનગર સેકટર–૨૫), મુકેશ જેન્તીભાઇ સોલંકી, પ્રવિણ વાઘજીભાઇ સીતાપરાને પડધરી પોલીસે ઝડપી પાડી રોકડ રકમ ૧૨ ૧૫૦ની મત્તા કબ્જે કરી હતી. દરોડા દરમિયાન રાજેશ નાથાભાઇ સોલંકી નાશી જતા તમામ સામે ગુનો નોંધી રાજેશ સોલંકીની શોધખોળ હાથ ધરી છે.
જામકંડોરણાના સોડવદર ગામે આઠ પત્તાપ્રેમી ઝડપાયા
જામકંડોરણાના સોડવદર ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ભરતસિંહ મનુભા જાડેજા (રહે.સોડવદર), ગીગન ભગાભાઇ વંશ, જશા પરબતભાઇ ભારાઇ, મહીપત ઉર્ફે ટીલી કારાભાઇ રાઠોડ, લાલજી કરશનભાઇ પોરીયા, અશોક બાવનજીભાઇ ઘેટીયા (રહે તમામ.ડુમીયાણી), રમણીક ભોવાનભાઇ ભાલોડીયા, બળવંતસિંહ સતુભા જાડેજા (રહે. બંને સોડવદર)ને જામકંડોરણા પોલીસે ઝડપી લઇ રોકડ ૧૭,૪૩૦ની મત્તા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
મોટી પાનેલીમાં પાના ટીચતાં ચાર પકડાયા
ભાયાવદરના મોટી પાનેલી ગામે ગૌશાળાની સામે નદીના કાંઠે પાના ટીચતાં મુકેશ રશીકભાઇ સોલંકી, મહેશ ઉર્ફે જીતેશ અમરસિંહભાઇ વાઘેલા, દિપક અમરશીભાઇ વાઘેલા, રોહીત નાનજીભાઇ સાડમીયાને ભાયાવદર પોલીસે રોકડ ૧૪૧૦ની મત્તા સાથે પકડી પાડા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech