જૂનાગઢમાં મહિલા જુગાર કલબમાં મહિલાઓ ૨.૬૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ

  • March 25, 2025 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ મધુરમ અદિતિ નગર વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારની કલબ માંથી ૧૮ મહિલાઓ ૨.૮૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ જવા પામી હતી.
જૂનાગઢમાં મધુરમ અદિતિ નગર વિસ્તારમાં મહિલા દ્રારા તેના મકાનમાં જુગારની કલબ ચલાવતી હોવાની બાતમીને આધારે સી ડિવિઝનની ટીમે દરોડો પાડયો હતો દરોડા દરમિયાન જુનાગઢ ,ગીર સોમનાથ, રાજકોટ જિલ્લ ાની ૧૮ મહિલાઓને જુગાર રમતા ઝડપી રોકડ મોબાઇલ સહિત કુલ ૨.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કરી  ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રા વિગત મુજબ સી ડિવિઝન પી.આઈ સાવજ, સહિતની ટીમે મધુરમ માં આવેલ આદિત્ય નગર વિસ્તારમાં રહેતા વિજયાબેન દેવજીભાઈ વાઘેલા તેના મકાનમાં જુગારની કલબ ચલાવતા હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસની ટીમને દરોડો પાડી જુગાર રમતા કાજલબેન હિતેશભાઈ મુછડીયા, ઉર્મિલાબેન વિજયભાઈ વાળા, ઉષાબેન સંજયભાઈ રાઠોડ, રેખાબેન જગદીશભાઈ વાઘેલા (જેતપુર), મનિષાબેન હસમુખભાઈ વાઘેલા (જુનાગઢ ઉપરકોટ પાસે) નીતાબેન વિજયભાઈ ઝાંઝમેરીયા (વણઝારી ચોક રોનક એપાર્ટમેન્ટ), શારદાબેન હરિભાઈ આસોદડીયા (ઝાંઝરડા રોડ હરિઓમ નગર,) રીટાબેન મહેશભાઈ પરમાર (જેતપુર), ગીતાબેન પ્રફુલભાઈ મણવર, ઉર્મિલાબેન હિતેશભાઈ દવે, હાલો બેન ઈબ્રાહીમભાઇ સમા (જેતપુર), ઉષ્માબેન ચેતનભાઇ કકડ (વેરાવળ), શોભનાબેન રમેશભાઈ (મધુરમ), આશાબેન રમેશચદ્રં શાહ (સરદારપરા), ભાવનાબેન ઉર્ફે અંજલીબેન (જેતપુર), અંકિતાબેન આનંદભાઈ છાતા(જેતપુર) મંજુબેન નારણભાઈ સોલંકી ને ૫૪૬૯૦ ની રોકડ, ૧૬ મોબાઈલ મળી કુલ ૨.૬૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application