ગુજરાતમાં બેફામ સ્પીડે વાહન ચલાવી નિર્દોષ લોકોના ભોગ લીધાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આમ છતાં પોલીસ તંત્ર દ્વારા આકરા પગલા લેવાતા ન હોવાથી આવી ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. ત્યારે વધુ એક ઘટનામાં માસીના ઘરે વેકેશન કરવા આવેલી ધો. 8ની છાત્રા માસી સાથે બજારમાં જતી હતી. ત્યારે કારચાલક પાછળથી છાત્રાને ઠોકરે લઈ 10 ફૂટ હવામાં ઉછાળી અને 40 ફૂટ દૂર ફેંકતા તેનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટના અંગે પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
તરૂણી 10 ફૂટ ઉછળી રસ્તા ઉપર પટકાઈ
જાણવા મળતી વિગત મુજબ, પડધરીના કુલવાડી વિસ્તારમાં રહેતી અને ધો. 8માં અભ્યાસ કરતી ઝરણા દિલીપભાઈ જાદવ (ઉં.વ.15) નામની તરૂણી વેકેશન કરવા મોરબીમાં મહેન્દ્રનગરમાં રહેતા તેના માસીના ઘરે ગઈ હતી. દરમિયાન 14 મેના રોજ બપોરે ઝરણા તેના માસી ભગવતીબેન સાથે બજારમાં ગઈ હતી. ત્યારે હળવદ રોડ પર મહેન્દ્રનગર ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે તરૂણીને ઠોકરે ચડાવતા તરૂણી 10 ફૂટ ઉછળી રસ્તા ઉપર પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.
કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી
જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક એક ભાઈની એકની એક મોટી બહેન હતી. પુત્રીના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે મોરબી પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech