મહિલાઓને ઈવીની ખરીદી પર ૧૦% વધારાની સબસિડી મળવાની શકયતા

  • December 29, 2023 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકાર દ્રારા ઇલેકિટ્રક વ્હીકલ માટે શ કરવામાં આવેલી ફેમ –૨ સબસિડી યોજના માર્ચ ૨૦૨૪માં સમા થઈ રહી છે. રિપોર્ટ અનુસાર ફેમ –૨ નવી સ્કીમ રજૂ ન થાય ત્યાં સુધી લંબાવવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન, અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે ફેમ–૩ પોલિસીનો ડ્રાટ તૈયાર કર્યેા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવી નીતિમાં પ્રથમ વખત ઇલેકિટ્રક ટ્રક અને ઇલેકિટ્રક ટ્રેકટરને સબસિડી આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર ફેમ ૨ કરતાં ફેમ ૩માં ત્રણ ગણો વધુ ખર્ચ કરશે અને આ માટે ૩૩,૨૪૦ કરોડ પિયાનો પ્રસ્તાવ છે. માહિતી અનુસાર, ફેમ ૩માં દર વર્ષે સબસિડી ઘટશે. આ યોજના હેઠળ મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મહિલાઓને ઈવીની ખરીદી પર વધારાની ૧૦% સબસિડી મળવાની શકયતા છે.
ફેમ ૩ માટે ૩૩૨૪૦ કરોડ પિયાની દરખાસ્ત કરવામાં આવી છે, યારે ફેમ ૨ યોજના ૧૦૦૦૦ કરોડ પિયાની હતી. ફેમ ૩માં નવીન પ્રોજેકટસ માટે . ૧૦૦૦ કરોડનું ઇનોવેશન ફડં હશે. ઇલેકિટ્રક ટ્રક અને ટ્રેકટરને પણ ફેમ ૩ પ્રોત્સાહન આપવામાં આવશે. મહિલાઓને ફેમ ૩માં ૧૦ ટકા વધારાની સબસિડી મળશે અને સબસિડી દર વર્ષે ઘટશે . ૪૦ લાખથી વધુ સિટી, ઇન્ટ્રા–સિટી, મેટ્રો ફીડર બસોને ઇલેકિટ્રક બસો માટે સબસિડી મળશે. ઈ–ટ્રક માટે ૧૫,૦૦૦ પિયા પ્રતિ કિલોવોટ અથવા વાહનની કિંમતના ૨૦ ટકાની સબસિડી આપવામાં આવશે. આ સમયગાળા માટે સબસિડી યથાવત રહેશે. ઈ–ટ્રેકટર માટે સબસિડી . ૧૫,૦૦૦ પ્રતિ કિલોવોટ અથવા વાહનની કિંમતના ૩૦ ટકા હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application