રીત રિવાજોના વિજ્ઞાન વિશે વીમેન સાયન્સ ક્લબના બહેનોને માહિતગાર કરાયા

  • January 22, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરીત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ અને શ્રી એમ.ડી.મહેતા મહિલા મંડળ ધ્રોલનાં સહયોગ થી જામનગર જિલ્લાનું પ્રથમ વીમેન સાયન્સ ક્લબ ચાલે છે. આ વીમેન સાયન્સ ક્લબમાં સામેલ થયેલ મહિલાબહેનોને સંપૂર્ણ વર્ષ દરમીયાન ક્યા પ્રકારની પ્રવૃતિઓ કરાવવામાં આવશે ??એ માટે પ્રવૃત્તિ પરિચય સેમિનારનું  આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આપણે આપણા ધર્મ અનુસાર જે રીત રસમોને અનુસરીએ છીએ જેમકે સ્વસ્તિક નું મહત્વ , મંદિર પર ધજા શા માટે ?, પીપળાની પૂજા શા માટે ?, તુલસી ઘરમાં રાખવાનું મહત્વ ,શ્રીફ્ળવિધિ , ભગવાનને ભોગ , આપોઆપ અગ્નિ થવો વગેરે બાબતોની ધાર્મિક અને વૈજ્ઞાનિક સમજૂતી કેન્દ્રના ડો સંજય પંડ્યાએ આપેલ. ક્લબના રજીસ્ટર મેમ્બરો દર મહિનાના ચોથા રવિવારે મહિલાઓ ને ઉપયોગી અને તેઓની વૈજ્ઞાનિક સમજ વધારતા વિવિધ વિષયોની તજજ્ઞો દ્વારા છણાવટ કરવામાં આવે છે આવતા મહિનાના ચોથા રવિવારે સાયબર ફ્રોડ અને અરેસ્ટ ન થાય એ માટેની તકેદારી અંગેના વ્યખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે રસ ધરાવનાર મહિલાબહેન 9979241100 પર રજીસ્ટ્રેશન કરાવી સામેલ થઇ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application