ભાવનગરના સૌથી જુના મહિલા કોલેજ સર્કલમાં નવીનીકરણને પગલે સ્થાનિક લોકો અને મહાનગરપાલિકાનું તંત્ર આમને સામને થઈ ગયું છે. બગીચાના નવીનીકરણ માટે કરોડો ફાળવવામાં આવ્યા તો સ્થાનિક લોકોએ ખોટો ખર્ચો નહીં કરીને બગીચાને ઉજજડ થવાનો ડર વ્યક્ત કર્યો છે. બગીચાને બચાવવા માટે લેખિત રજૂઆત કરી છે. જો કે મહાનગરપાલિકાના સત્તાધીશો લોકોની સાથે પરામર્શ કરીને આગળ વધવાની વાત કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોને હાલમાં કામ શરૂ થતા બગીચાનો વિનાશ થવાનો ડર સતાવી રહ્યો છે.
સ્થાનિક લોકોએ કહ્યું કેવો હતો બગીચો અને હવે અને પછી કેવો ? મહિલા કોલેજ સર્કલમાં સવારે સાંજ બે વખત આવતા અને સિનિયર સિટીઝન ગાર્ડન ગ્રુપના સભ્ય રહેલા ભાવેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે અરજી કરી છે. અને અમારી માંગ એવી છે કે અમે છેલ્લા 20 વર્ષથી ત્યાં બધા વોકિંગમાં ભેગા થઈએ છીએ અને સવારે 6 થી 9 લગભગ રોજ 2000 જેટલી પબ્લિક આવે છે. બગીચામાં જે પહેલા જે બગીચો હતો જે તેની રોનક હતી. જેમાં નીચે લોન વાવવામાં આવી હતી. ક્યાંય જાજમની પણ જરૂર ન હોતી પડતી એવી લોન હતી. બધા સાધનો પણ સરસ મજાના હતા. બાંકડા પણ સરસ મજાના હતા. આપણે નીચે બેસી શકીએ અને આપણે ઘરેથી ટિફિન લઈને જવું હોય તો એવો સુંદર મજાનો બગીચો હતો. અને ફરતી મહેંદીની વાડ હતી. આ બધા જ વૃક્ષો અને લીલોત્રી હતી. જે બધા બગીચામાં રોનક હતી. અને અત્યારના બગીચામાં રોનક રહી નથી. પણ આ માટે થઈને અમે વારંવાર રજૂઆત કરેલી અને એની જે અત્યારે તેનું ટેન્ડર પાસ થયું તેમાં સિવિલ કામ વધારે છે. દીવાલ ઊંચી કરવામાં આવે તો બગીચામાં કોણ છે ખ્યાલ નહીં આવે અને સેફટી જેવું કંઈ નહીં રહેશે જ નહી. અહીંયા બહેનો.પણ મોટી સંખ્યામાં આવે છે. ત્યારે મુશ્કેલી પડી શકે છે. એક સમયે જ્યારે આશરે ૪ વર્ષ પહેલા બ્લોક ન હતા ત્યારે લોકો દ્વારા બ્લોક નખાવવામાં આવ્યા હતા. અને પક્ષીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જયારે હાલ રીનોવેશનના નામે કરોડો રૂપિયા વાપરી અને બગીચાને શું કરવામાં આવશે તે જ નક્કી નથી થતું.
મહિલા કોલેજ સર્કલની આજુબાજુના વિસ્તારના લોકો અહીંયા જોગીગ માટે આવે છે. અને ત્યારે જો બગીચામાં લીલોત્રીને બદલે સિવિલ કામ વધારે કરવામાં આવે તો બગીચો નાશ પામશે. એક તરફ શહેરમાં આમ પણ વિકાસના નામે ફુલઝાડ અને લીલોત્રી ઘટી રહી છે. રોડ-રસ્તા પહોળા કરવા માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ભાવનગરના નેકનામદાર મહારાજા સાહેબના સમયથી લોકોના હિતને ધ્યાને રાખી બનાવવામાં આવેલા બગીચાને સાચવવામાં આવે અને લોકોને ઉપયોગ કરી શકાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech