જામનગર કારમાં વિદેશી દારુની હેરાફેરી કરતી મહિલાની અટકાયત

  • December 15, 2023 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ પ્રગટી : ૧૩૨ બોટલ, ૭૧ ચપટા સહિત ૨.૭૩ લાખનો મુદામાલ કબ્જે : સપ્લાયર ફરાર : એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ૧૧ બાટલી સાથે એક ઝબ્બે

જામનગર શહેરમાં થર્ટી ફર્સ્ટ પુર્વે દારુના ધંધાર્થીઓ તરફ પોલીસે સધન તપાસ આદરી છે અને જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, ગઇકાલે જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા ગ્રીનસીટી, પ્લાઝા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં એક કારમાં વિદેશી દારુની હેરાફેરી અને વેચાણ મહિલા કરે છે એવી બાતમીના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડીને દારુની બોટલો, ચપટા સહિત ૨.૭૩ લાખનો મુદામાલ કબ્જે કરી મહિલાની અટક કરી હતી અને સપ્લાયરની શોધખોળ આદરી હતી, એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી એક શખ્સને ઇંગ્લીશ દારુની ૧૧ બોટલ સાથે દબોચી લીધો હતો.
એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા દારુ-જુગારના કેશો શોધી કાઢવા સુચના આપતા ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી-એ પીઆઇ એન.એ. ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળાની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો એ દરમ્યાન સર્વેલન્સ સ્કોડના વિક્રમસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજાને ચોકકસ બાતમી મળેલ કે, શહેરના ગ્રીનસીટી, શેરી નં. ૧, પ્લાઝા એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૨૦૩માં રહેતી પુનિતાબેન જયેશ કનખરા નામની મહિલા વિદેશી દારુ વેચવાનો ધંધો કરે છે અને હાલ દારુ આવ્યો છે, કારમાં હેરાફેરી થઇ રહી છે. આ ચોકકસ હકીકતના આધારે પોલીસે રેઇડ કરી હતી.
દરોડા દરમ્યાન પુનિતાબેનને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તથા મકાનમાં તપાસ કરીને ઇંગ્લીશ દારુની ૧૩૨ બોટલ અને ૭૧ ચપટા તથા સ્વીફટ કાર નં. જીજે૧૩એન-૨૮૮૯ મળી કુલ ૨.૭૩.૧૦૦ના મુદામાલ સાથે અટકાયત કરી હતી, વિદેશી દારુનો જથ્થો શહેરના નાનકપુરીમાં રહેતા મયુર મગન મોદીએ પુરો પાડયો હોવાનું સામે આવ્યુ હતું, સપ્લાયરની શોધખોળ ચલાવવામાં આવી રહી છે, દરોડાના પગલે ચકચાર મચી ગઇ હતી.
બીજા દરોડામાં સીટી-સી ડીવીઝન પોલીસ ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે જામનગરના સાધના કોલોની પાછળ, પટેલનગરમાં રહેતા રીક્ષા ડ્રાઇવર જગજીવન ખેંગાર રાઠોડને ઇંગ્લીશ દારુની ૧૧ બોટલ સાથે એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી પકડી લીધો હતો અને દારુ બાબતે પુછપરછ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application