જામનગરમાં ગાંજાનું વેચાણ કરતી મહિલાની અટકાયત

  • June 24, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઓજીની ટુકડી ત્રાટકી : ૧.૩૩૫ કી.ગ્રા. ગાંજો કબ્જે

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલ સુભાષપરામાં ગાંજાનું વેચાણ કરતી એક મહિલાને એસઓજીની ટુકડીએ અટકમાં લઇને પુછપરછ હાથ ધરી હતી.
એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા એનડીપીએસના કેશો શોધી કાઢવા અને નશીલા પદાર્થના વેપાર પર રોક લગાવી નશાખોરી રોકવા પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપતા એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.
દરમ્યાન એસઓજી સ્ટાફના અરજણભાઇ કોડીયાતર, રમેશભાઇ ચાવડા, ચંદ્રસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળેલ કે જામનગર શંકરટેકરી, સુભાષપરા શેરી નં. ૨માં રહેતી ચંદ્રીકા ઉર્ફે ચંદલી મુકેશ ગણેશીયા નામની મહિલા પોતાના મકાનની બહાર રોડ પર જાહેરમાં બહારથી ગાંજો મંગાવી તેનું છુટક વેચાણ કરે છે.
બાતમી આધારે એસઓજીએ દરોડો પાડી ચંદ્રીકા નામની મહિલાને ૧.૩૩૫  કી. ગ્રામ ગાંજો તથા અન્ય મુદામાલ મળી ૨૩૫૦૦ સાથે અટકાયત કરી તેણી વિરુઘ્ધ સીટી-સીમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગાંજો કયાંથી મેળવ્યો એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી, ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એસઓજીની ટુકડીએ સિકકાની મહિલાને ગાંજાનું વેચાણ કરતા અટકમાં લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application