માંગરોળ કેશોદ રોડ પર દલપુર પાસે સ્કુટર ને ટ્રકે હડફેટે લેતા અકસ્માતમાં મહિલાનું સ્થળ ઉપર કમકમાટી ભરી મૃત્યુ થયું હતું. માંગરોળ કેશોદ રોડ પર દલપુર ફાટક પાસે સ્કુટર જીજે૧૧એકે ૪૩૯ અને ટ્રક જીજે૩૧ટી ૧૦૫ વચ્ચે અકસ્માત થતાં પુત્ર અને પતિની નજર સામેજ મહીલાનું મૃત્યુ થયેલ છે યારે ચાર વર્ષના બાળકનો ચમત્કારીક બચાવ થયો છે ચાર વર્ષના બાળકે માતાને ગુમાવેલ છે અને આ પતી પત્નીની જોડીને ખંડિત થયેલ છે સ્થળ ઉપરથી ૧૦૮ મારફતે મહીલાનાં મૂર્તદેહ માંગરોળ હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો હતો મહીલાના મોતને પગલે કેશોદના જોગી પરીવારમાં શોક છવાઈ જવા પામેલ છે અકસ્માતની કેશોદથી સ્કુટર પર રવિભાઈ જોગી ઉ.વ.૩૬ પોતાની પત્ની કાજલબેન ઉ.વ.૩૦ અને પુત્ર શિવમ ઉ.વ.૪ ને બેસાડી કેશોદ થી માંગરોળનાં શીલ ગામે આવતા હતા તે દરમિયાન દલપુર ફાટક પાસે ટ્રકે સ્કુટરને હડફેટે લેતા સ્કુટરમાં પાછળ બેસેલા રવિભાઈના પત્ની કાજલ બહેનનુ ટ્રકના ટાયરમા આવી જતા કાજલ બહેનનું ઘટના સ્થળે જ મોત નિપયું હતું યારે ચાર વર્ષિય પુત્ર શિવમ નો તેમજ રવિભાઈનો ચમત્કારીક બચાવ થયો છે, બાઈક ચાલક રવિભાઈ અને ચાર વર્ષિય પુત્ર શિવમની નજર સામેજ કાજલ બહેન જોગીનું મોત થતાં વાતાવરણ ગમગીન બન્યું હતું, આ ઘટનાને પગલે લોકો એકઠા થયા હતા અને ૧૦૮ મારફતે મહીલા ના મૃતદેહને માંગરોળ ગવર્નમેન્ટ હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો હતો મૃતક મહિલા નું પિયર શીલ હોય બનાવની જાણ થતાં શીલ સરપચં જયેશ ચુડાસમા સ્થળે અને હોસ્પિટલે પહોચી જરી મદદ કરી હતી માંગરોળ પોલીસે ગુન્હો નોંઘી ટ્રક ચાલક ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech