જામનગર શહેરમાં ગાંજાના જથ્થા સાથે મહિલાની અટકાયત

  • June 30, 2023 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કીલો ૫૦ ગ્રામ ગાંજો, મોબાઇલ મળી કુલ ૧.૯૭ લાખનો મુદામાલ કબ્જે : એક ફરાર

જામનગરમાં તાજેતરમાં બે જુદા જુદા વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી, દરમ્યાનમાં જામનગર શહેરના સેન્ટ્રલ બેંક રોડ કોઠારીના ડેલા ખાતે મકાનમાં ગાંજાનું છુટક વેચાણ થાય છે એવી હકીકતના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડી મહિલાને એક કીલો ૫૦ ગ્રામ ગાંજા, રોકડ સહિત ૧.૯૭ લાખના મુદામાલ સાથેે અટકાયત કરી હતી જેમાં એકનું નામ ખુલ્યું છે.
જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા એનડીપીએસના ગુના શોધી કાઢવા અને આ દિશામાં અસરકારક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી જે અનુસંધાને સીટી-એ પીઆઇ ચાવડાની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ બી.એસ. વાળા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીના આધારે સેન્ટ્રલ બેંક રોડ પર તપાસ લંબાવી હતી.
દરમ્યાનમાં સેન્ટ્રલ બેન્ક રોડ કોઠારીના ડેલા અંદર રહેતી હર્ષિદાબેન રાજેશ વ્યાસ નામની મહિલા પોતાના ભોગવટાના મકાનમાં પોલીસે દરોડો પાડીને એક કીલો ૫૦ ગ્રામ ગાંજો જેની કિ. ૧૦૫૦૦ સાથે મળી આવતા અટકાયત કરી હતી જયારે આરોપી રાજેશ શિવશંકર વ્યાસ નાશી છુટયો હતો, રાજેશ વેચાણથી ગાંજો લાવી બંને સાથે મળીને છુટક વેચાણ કરતા હતા પોલીસે રોકડા ૧.૮૧.૬૦૦, એક મોબાઇલ વજનકાંટો મળી કુલ ૧.૯૭.૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગે હર્ષીદાબેન અને રાજેશ શિવશંકર વ્યાસ તથા તપાસમાં જે ખુલે તેની સામે સીટી-એમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરીને તપાસ આગળ ધપાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગાંજાનું છુટક વેચાણ કરતી બે મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.
ઉપરોકત કાર્યવાહી સીટી-એ પીઆઇ એન.એ. ચાવડાની સુચનાથી પીએસઆઇ બી.એસ. વાળા સ્ટાફના દેવાયતભાઇ, મહિપાલસિંહ, રવિરાજસિંહ, સુનિભાઇ, મહેન્દ્રભાઇ, ઋષીરાજસિંહ, રવિભાઇ, યોગેન્દ્રસિંહ, શિવરાજસિંહ, વિક્રમસિંહ, ખોડુભા, રાજેન્દ્રસિંહ, વિજયભાઇ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application