વંદે ભારત ટ્રેનો શરૂ થતાં હવાઈભાડામાં ૨૦થી ૩૦ ટકાનો મોટો ઘટાડો નોંધાયો

  • October 23, 2023 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વંદે ભારત ટ્રેનોની શઆત પછી, હવાઈ ટ્રાફિકમાં ૧૦–૨૦% નો તીવ્ર ઘટાડો થયો છે અને હવાઈ ભાડામાં ૨૦–૩૦% નો ઘટાડો થયો છે તેમ રેલવે દ્રારા એકત્ર કરાયેલા ડેટામાં જાણવા મળ્યું છે. ભારતીય રેલ્વેએ મુસાફરોની લિંગ અને વયના આધારે વંદે ભારત ટ્રેનોની માંગ પર નજર રાખવાનું શ કયુ છે. આ ડેટામાં ચાર વંદે ભારતના ત્રણ ટ, મુંબઈથી શિરડી, ગોવા અને સોલાપુર પર મુસાફરી કરતા પુષો, ક્રીઓ અને ટ્રાન્સજેન્ડર્સની સંખ્યાનો સમાવેશ થાય છે.પ્રથમ વખત, મધ્ય રેલ્વેએ ડેટા ભેગા કર્યા જેમાં મુંબઈથી શ થનારી વંદે ભારત એકસપ્રેસમાં સૌથી વધુ ૩૧–૪૫ વર્ષની વય જૂથના મુસાફરો અને ત્યારબાદ ૧૫–૩૦ વર્ષની વયના મુસાફરોની સંખ્યા બહાર આવી.
હિન્દુસ્તાન ટાઈમ્સ દ્રારા પ્રકાશિત અહેવાલ અનુસાર, ૧૫ સપ્ટેમ્બરથી ૧૩ ઓકટોબર વચ્ચે વંદે ભારત એકસપ્રેસ ટ્રેનોમાં કુલ ૮૫,૬૦૦ પુષો, ૫૭,૮૩૮ ક્રીઓ અને ૨૬ ટ્રાન્સજેન્ડરોએ મુસાફરી કરી હતી. વંદે ભારત ટ્રેનોને લોકપ્રિય બનાવવા અને ફટફોલ વધારવાના પ્રયાસપે રેલવેએ આ ડેટા એકત્રિત કર્યેા હતો. સપ્ટેમ્બરમાં ઓકયુપન્સી પરનો તાજેતરનો ડેટા ૭૭% થી ૧૦૧% ની વચ્ચે છે.

મધ્ય રેલ્વેના ચીફ પીઆરઓ શિવરાજ માનસપુરે જણાવ્યું હતું કે આ સમય દરમિયાન સરેરાશ લગભગ ૫% મુસાફરો બાળકો (૧–૧૪ વર્ષનાં) છે, યારે ટ્રાન્સજેન્ડર લોકો વંદે ભારતનાં તમામ મુસાફરોમાં ૪.૫% છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે કાશ્મીરને જલ્દી જમ્મુ–શ્રીનગર ટ પર વંદે ભારત એકસપ્રેસ ટ્રેન મળવાની તૈયારી છે. તેમણે ઉમેયુ હતું કે ટ્રેનને એક અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી તે તાપમાન અને ઐંચાઈમાં ખૂબ જ સરળતાથી ચાલે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application