ઉનાળાના પ્રારંભ સાથે કુંભારવાડામાં પાણીનો પોકાર

  • March 09, 2024 07:23 PM 

ભાવનગર શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં પાણી અંગે પડતી મુશ્કેલી મામલે.મહિલાઓમાં રોષ ફેલાયો હતો. હજુ તો ઉનાળાનો પ્રારંભ થયો નથી તેવા ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પાણીનો કકળાટ શરુ થયો હતો. કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન આવેલા છે. જેમાં કાશ્મીરી કોટર કહેવાતા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ડ્રેનેજ યુક્ત ગંદુ અને દુર્ગંધ યુક્ત પાણી વિતરણ કરતુ હોવાની ફરિયાદ ઉઠી હતી. છેલ્લા લાંબા સમયથી દુર્ગંધ યુક્ત ડોહલું પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિક મહિલાઓમાં રોષ ફેલાયો હતો. અને મોટી સંખ્યામાં બહેનો રોડ પર ઉતરી આવી હોબાળો મચાવ્યો હતો. હાલમાં એક તરફ રોગચાળો જોવા મળી રહ્યો છે. તેવામાં ગંદુ દુર્ગંધ યુક્ત પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિકોમાં પણ રોગચાળાનો ભય ફેલાયો છે. અને મહિલાઓ દ્વારા મહાનગર પાલિકાના નગરસેવકો અને અધિકરીઓ પાસે સ્વચ્છ પીવા લાયક પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. એક તરફ મનપા વિકાસના કર્યોની મોટી મોટી વાતો કરે છે. ત્યારે બીજી તરફ પાયાની સુવિધા ગણાતી પાણી વિતરણ વ્યવસ્થા અંગે યોગ્ય કામગીરી કરવા માંગ કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application