કાશ્મીરમાં ગુલમર્ગ, સોનમર્ગ અને કુપવાડા સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે અને તેના કારણે ગુજરાત સહિત દેશના અનેક રાયોમાં લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતર્યેા છે. લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે અને દબાતા પગલે શિયાળાની સિઝનનો પ્રારભં થઈ રહ્યો છે.
ગુજરાતમાં રાજકોટ પોરબંદર અમરેલી નલિયા ભુજ અમદાવાદ ડીસા ગાંધીનગર વડોદરા સહિતના અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ૧૭ થી ૧૮ ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાન વધુ ત્રણ ડિગ્રી જેટલું ઘટશે અને તેના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થશે.
હવામાન વિભાગે વેસ્ટર્ન હિમાલય રિજીયનમાં અને દક્ષિણના રાયોમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાત સહિત ઉત્તર પશ્ચિમના અનેક રાયોમાં લઘુતમ તાપમાનનો પારો આગામી ત્રણ દિવસમાં ત્રણ ડિગ્રી જેટલો નીચે ઉતરશે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે.
આજે અમદાવાદમાં ૧૮.૯ ડીસામાં ૧૮.૪ વડોદરામાં ૧૭ અને સુરતમાં ૨૧.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
દિલ્હી પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર સહિતના રાયોમાં ધૂમ્મસનું વાતાવરણ છવાયું છે અને તેના કારણે વિમાની સેવાને વિપરીત અસર પહોંચી છે.
અમદાવાદની ૩૩ જેટલી લાઈટના શેડુલ તેના કારણે ખોવાઈ ગયા છે. દિલ્હીના પાલમ અને સફદરગજં વિમાની મથકે સવારે વિઝિબિલિટી માત્ર ૨૦૦ થી ૩૦૦ મીટરની રહેવા પામી હતી અને તેના કારણે લાઈટ ઉપાડવામાં અને ઉતરાણમાં ભારે મુશ્કેલી પડી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનૈઋત્યનું ચોમાસુ મંગળવારે બંગાળની ખાડી, અંદામાન -નિકોબારમાં એન્ટ્રી લેશે
May 10, 2025 10:21 AMવિરાટ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય
May 10, 2025 10:14 AMરાજકોટ,સુરેન્દ્રનગર, બોટાદ સહિત રાજ્યના 12 નાયબ મામલતદારોને પ્રમોશન,વાંચો લીસ્ટ
May 10, 2025 10:01 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech