ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હજુ માવઠાના વરસાદે વિદાય લીધી નથી ત્યાં નૈઋત્યનું ચોમાસું અત્યંત ઢુકડું હોવાની આગાહી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે. આઈએમડીના એક ખાસ બુલેટિનમાં જણાવ્યા મુજબ આગામી તારીખ 13 ને મંગળવારે નૈઋત્યનું ચોમાસુ એડવાન્સ બનશે અને અંદામાનના દરિયામાં દક્ષિણ તરફના ભાગમાં, બંગાળની ખાડીના સાઉથવેસ્ટ દિશામાં અને નિકોબાર ટાપુ ઉપર એન્ટ્રી લે તેવું જણાઈ રહ્યું છે.
સાઉથ વેસ્ટ મોનસુન એટલે કે નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ કેરળથી થતો હોય છે. કેરળમાં ચોમાસુ બેસી ગયા પછી તે સમગ્ર દેશમાં છવાઈ જતું હોય છે. કેરળમાં ક્યારે ચોમાસું બેસે છે તેની કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
માવઠાનો વરસાદ હજુ અગામી તારીખ 11 સુધી ચાલુ રહેશે તેવી આગાહી ચાલુ છે અને આ જોતા માવઠાનો વરસાદ પૂરો થયા પછી તુરત જ નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી નો માહોલ ઊભો થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અત્યારે બબ્બે વેસ્ટર્ન ડિસ્ટર્બન એક્ટિવેટ છે.રાજસ્થાન મધ્યપ્રદેશ કેરલ અને કર્ણાટક પર અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન છવાયું છે. અરબી સમુદ્રમાં ટ્રફ જોવા મળે છે અને આવી અનેક સિસ્ટમ નૈઋત્યના ચોમાસાના એડવાન્સમેન્ટ માટે પોઝિટિવ ગણવામાં આવી રહી છે.
હાલ ગુજરાત ઉપરાંત અરુણાચલ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ જમ્મુ કશ્મીર કોકણ ગોવા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કર્ણાટક રાજસ્થાન ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ સિક્કિમ તેલંગણા સહિત દેશના અનેક રાજ્યોમાં માવઠાનો વરસાદ વરસી રહ્યો છે અને આગામી તારીખ 11 સુધી એટલે કે આવતીકાલ સુધી તે ચાલુ રહેશે અને ત્યારબાદ તેનું જોર ઘટશે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતી કાલથી માવઠાનું જોર નબળું પડ્યા પછી ગરમીનો વધુ એક રાઉન્ડ પણ શરૂ થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ચારથી છ ડિગ્રી જેટલું મહતમ તાપમાન વધશે તેવી શક્યતા છે અને આવી જ પરિસ્થિતિ દેશના અન્ય ભાગોમાં જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech