રાજકોટ મહાપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરીના સંયુકત ઉપક્રમે દિવાળી ઉત્સવ નિમિતે રેસકોર્સ રિંગ રોડ ઉપર આયોજિત રંગોળી સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોના નામોની આજરોજ મહાપાલિકાના પદાધિકારીઓ દ્રારા જાહેરાત કરવામાં આવી હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિ. કમિશનર ડી.પી.દેસાઇ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ વિજેતા સ્પર્ધકોના નામોની સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે સ્લોગન ગૃપ રંગોળી ૫૧૫ ની ૨૬ બનાવવામાં આવેલ જે પૈકી પાંચ રંગોળીના વિજેતા વૈભવ રાણપરિયા, હીર સાકરીયા, રીતુ સાવલિયા, હિતાર્થી સખિયા તથા મૈત્રી વેકરીયાને પ્રત્યેકને .૫૦૦૦નું રોકડ ઈનામ આપવામાં આવનાર છે.
આ ઉપરાંત ગૃપ રંગોળીમાં સ્પેશ્યલ થીમ બેઇડ રંગોળી બનાવનાર બે કલાકાર શિવમ અગ્રવાલ અને માહી અકબરી પ્રત્યેકને .૨૦૦૦ રોકડ ઇનામ આપવામાં આવનાર છે.
વ્યકિતગત રંગોળી ૫૫ ની પાંચસો બનાવવામાં આવેલ જેમાં બાર કલાકારો દિવ્યેશ પરમાર, ડો.રિદ્ધિ કાલરીયા, પૃષ્ટ્રી વિરમગામા, ધન્વી પાનસુરિયા, દર્પણ ધોળકિયા, જીજ્ઞેશભાઈ ધોળકિયા, તુલસી દફતરી, અંજના વીંછી, ધારા ખંભાયતા, બ્રિજ પરમાર, નિતાંશુ પારેખ તથા નિકિતા પટેલ પ્રત્યેકને .૫૦૦૦ રોકડ ઈનામ આપવામાં આવનાર છે.
આ ઉપરાંત ૬૧ રંગોળી કલાકારોને આશ્વાસનપે પ્રત્યેકને .૧૦૦૦ રોકડ ઈનામ આપવામાં આવનાર છે.
સ્પર્ધાના નિર્ણાયકો તરીકે જાણીતા લેખક જય વસાવડા, શૈલેષભાઈ સગપરીયા, જયશ્રીબેન રાવલ, મુકેશભાઇ ડોડીયા, ચૈતન્યભાઈ વ્યાસ, નલીનભાઈ સૂચક, મુકેશભાઇ વ્યાસ, વલ્લભભાઈ પરમાર, ડો.પ્રદીપભાઈ દવે, કિશોરભાઇ કમાણી, પલબેન સોલંકી, એમ. યુ. ચૌહાણ, ડો.અસિત ભટ્ટએ સેવા આપી હતી.
આ રંગોળી સ્પર્ધામાં ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, મુકેશભાઇ વ્યાસ, હેમાબેન વ્યાસ, જયશ્રીબેન રાવલ, સુરેશભાઇ રાવલ, રશેષભાઈ વ્યાસ, શિવમ અગ્રવાલ, સીમાબેન અગ્રવાલ, દિગીશ વડોદરિયા, ભૂષણ સંપત, વિશાલભાઈ જોશી, હરદેવસિંહ વાઘેલા, ગૌરવ ખીરૈયા, પરેશભાઈ ધોરાજીયા, સાવન ધોરાજીયા, શ્રેયશભાઈ તન્ના, દિનેશભાઇ પટેલ, રશ્મિ ગોટેચા તથા મૌલિક ગોટેચા વગેરેએ જહેમત ઉઠાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech