દિલ્હીમાં ભાજપ અને આપ વચ્ચે થશે ટક્કર કે કોંગ્રેસ બનાવશે ત્રિકોણીય જંગ

  • January 21, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ ગઈકાલે થયા બાદ હવે ચૂંટણી મેદાનનું ચિત્ર સ્પષ્ટ્ર થઈ ગયું છે. રાયમાં ૭૦ બેઠકો માટે ૭૧૯ ઉમેદવારો મેદાનમાં છે. મોટો સવાલ એ છે કે છેલ્લી બે ચૂંટણીની જેમ આ વખતે પણ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થશે કે પછી કોંગ્રેસ આ હરીફાઈને ત્રિકોણીય બનાવવામાં સફળ થશે?
બીજો પ્રશ્ન એ છે કે કેટલીક બેઠકો પર ચૂંટણી લડી રહેલા બીએસપી અને એઆઈએમઆઈએમ કોને નુકસાન પહોંચાડશે? એવું માનવામાં આવે છે કેચૂંટણી પરિણામોની દિશા નક્કી કરવામાં મહિલા મતદારો મહત્વની ભૂમિકા ભજવશે, તેથી મુખ્ય પક્ષોનો ભાર મહિલાઓનું સમર્થન મેળવવા પર છે. આગામી ૫ ફેબ્રુઆરીએ ૧.૫૫ કરોડ મતદારો નવી સરકારને મત આપશે.
ત્રણેય પક્ષોએ મહિલાઓ સહિત સમાજના દરેક વર્ગ માટે મફત યોજનાઓનું વચન આપ્યું છે. આમ આદમી પાર્ટીએ મહિલાઓને ૨૧૦૦ પિયા આપવાની જાહેરાત કરી હતી, યારે ભાજપ અને કોંગ્રેસે ગરીબ મહિલાઓને દર મહિને ૨,૫૦૦–૨૫૦૦ પિયા આપવાનું વચન આપ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application