યુએસના ઇતિહાસમાં સૌથી વધુ દેશનિકાલ કરીશું: ટ્રમ્પ

  • August 13, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકામાં પાંચમી નવેમ્બરે પ્રમુખપદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દુનિયાના સૌથી ધનિક વ્યકિત ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર અમેરિકાના પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો ઈન્ટરવ્યુ લીધો હતો. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી.
ઈન્ટરવ્યુ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ ઇતિહાસમાં સૌથી મોટા સામૂહિક દેશનિકાલની વાત કરી છે તેમણે કહ્યું કે અમે યુએસના ઇતિહાસમાં સૌથી વધુ દેશનિકાલ કરવાના છીએ. અમારો હેતુ યુનાઇટેડ સ્ટેટસમાંથી લાખો બિનદસ્તાવેજીકૃત સ્થળાંતર કરનારાઓને દૂર કરવાનો છે. યારે ઈલોન મસ્કને રાષ્ટ્ર્રપતિ પદના ઉમેદવારને પેન્સિલવેનિયામાં ૧૩ જુલાઈના રોજ તેમના પર થયેલા જીવલેણ હત્પમલા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આના પર ટ્રમ્પે તે સમયને યાદ કર્યેા યારે હત્પમલાખોરે તેમને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યેા અને સિક્રેટ સર્વિસે તેમને મારી નાખ્યા. ટ્રમ્પે કહ્યું કે આ ઘટનાથી તેમનો ભગવાનમાં વિશ્વાસ વધુ વધી ગયો. તેણે વધુમાં કહ્યું કે તે અત્પત છે કે હત્પં શૂટિંગ દરમિયાન યોગ્ય ખૂણા પર હતો. તમને જણાવી દઈએ કે ટ્રમ્પ પરના આ હત્પમલામાં ગોળી તેમના કાનમાંથી નીકળી ગઈ હતી. ત્યારે નિષ્ણાતોએ કહ્યું હતું કે જો ટ્રમ્પે યોગ્ય સમયે માથું થોડું ન ફેરવ્યું હોત તો ગોળી તેમના માથામાં વાગી હોત.
મસ્કની રાષ્ટ્ર્રપતિની ચૂંટણી પર સવાલ ઉઠાવવામાં આવતા ટ્રમ્પે દાવો કર્યેા હતો કે જો બાઈડનને બળવાને કારણે યુએસ પ્રમુખપદની રેસ છોડવાની ફરજ પડી હતી. તેણે કહ્યું, 'મેં બાઈડનને ચર્ચામાં એટલી ખરાબ રીતે હરાવ્યા કે તે રેસમાંથી બહાર ફેંકાઈ ગયા.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ટરવ્યુમાં કલાઈમેટ ચેન્જની મજાક ઉડાવી હતી. રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવારે આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, ગ્લોબલ વોમિગ (વૈશ્વિક તાપમાનમાં વધારો) એ સૌથી મોટો ખતરો નથી, કારણ કે આગામી ૪૦૦ વર્ષેામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીનું સ્તર માત્ર આઠમા ભાગના ઈંચમાં જ વધશે. તેમણે કહ્યું કે આનાથી માત્ર દરિયા કિનારાની મિલકતોમાં વધારો થશે


ડોનાલ્ડ ટ્રમ્પ એકસ પર પાછા ફર્યા
ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પાછા ફર્યા છે.  મસ્ક સાથે લાઇવ ઇન્ટરવ્યુ પહેલાં, ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક અભિયાનનો વીડિયો પોસ્ટ કર્યેા હતો. ૨૦૨૧ માં યુએસ કેપિટલ હિંસા પછી, ટ્રમ્પના ટિટર એકાઉન્ટ પર કાયમી પ્રતિબધં મૂકવામાં આવ્યો હતો, એકસને ખરીધાના થોડા દિવસો બાદ જ મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ પરના પ્રતિબંધને હટાવવાની સૂચના આપી હતી, ત્યારબાદ તેમનું એકાઉન્ટ પુન:સ્થાપિત કરવામાં આવ્યું હતું. એકસ પર ટ્રમ્પની છેલ્લી પોસ્ટ ૨૪ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ હતી


અમે દેશની સુરક્ષા માટે આયર્ન ડોમ બનાવીશું: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલની સંરક્ષણ સૈન્ય પ્રણાલી આયર્ન ડોમની પ્રશંસા કરી હતી જે ટૂંકા અંતરના શક્રોનો નાશ કરી શકે છે.તેની સરકાર દેશની સુરક્ષા માટે આયર્ન ડોમ બનાવશે. ઈઝરાયેલે ૨૦૧૧માં પોતાના દેશમાં આયર્ન ડોમ તૈનાત કર્યેા હતો. આ ઇઝરાયલની સૌથી શકિતશાળી અને કલોઝ એન્ડ વેપન સિસ્ટમ છે. આ એર ડિફેન્સ સિસ્ટમ ઈઝરાયેલના લોકોને હવાઈ હત્પમલાઓથી બચાવે છે. જો આયર્ન ડોમ ૧૦૦ રોકેટને તેની તરફ આવતા જુએ છે, તો તે તેમાંથી ૯૦ ને હવામાં નાશ કરે છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application