શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આદર્શ ડ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાને તેની છ પાડોશમાં રહેતી મહિલાએ મારમાર્યેા હતો. પાડોશી મહિલાનો પુત્ર ફરિયાદીની પુત્રી સાથે ઝઘડો કરતો હોય આ બાબતે સમજાવા જતા હત્પમલો કરી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. જે અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે મહિલા આરોપી સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ટ જીવરાજ પાર્ક પાસે કસ્તુરી રેસીડેન્સી પાછળ આદર્શ ડિ્રમ એક લેટ નંબર ડી ૮૦૩ માં રહેતા આરતીબેન મિલિંદભાઈ વાઘેલા (ઉ.વ ૪૦) નામના મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં જ લેટ નંબર ૬૦૩ માં રહેતા શોભનાબેન રાવતભાઇ આહીરનું નામ આપ્યું છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ મિલિંદભાઈ જેતપુર ખાતે ગૌશાળા ચલાવે છે એકાદ માસ પૂર્વે લેટમાં બી વિંગમાં રહેતા શોભનાબેનનો પુત્ર ફરિયાદીની દસ વર્ષની પુત્રી સાથે અવારનવાર ઝઘડો કરતો હોય જેથી તેઓ દીકરીને પાકિગમાં મોકલતા ન હતા.
ગઈકાલે રાત્રિના નવેક વાગ્યા આસપાસ નવરાત્રીની પ્રેકિટસ કરાવવા માટે લેટના નીચે આવેલ હોલમાં દીકરીને મુકવા જતા હતા ત્યારે શોભનાબેનનો પુત્ર અને મળ્યો હતો જેથી મહિલાએ તેને કહ્યું હતું કે મારી પુત્રી સાથે કેમ ઝઘડો કરે છે આમ કહેતા તેણે અસભ્ય વર્તન કયુ હતું. બાદમાં ફરિયાદી પોતાની છ વર્ષની પુત્રી સાથે આ મહિલાને સમજાવવા જતા શોભનાબેને ફરિયાદી સાથે ઝઘડો કર્યેા હતો અને બાદમાં લિટ પાસે દરવાજો બધં કરવા દીધો ન હતો અને મહિલાના વાળ પકડી તેમને ઢિકાપાટુનો માર માર્યેા હતો અને ગાલ પર થપ્પડ મારી દીધી હતી.મહિલાને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા.
આ અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે શોભનાબેન રાવતભાઇ આહીર સામે એટ્રોસિટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.ડી. ઠાકોર ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech