ગુજરાતમાં આરડીએસએસ યોજના હેઠળ પ્રિ-પેઇડ સ્માર્ટ વીજ મીટર ફરજીયાત શા માટે?

  • December 21, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આવેદન

કેન્દ્ર સરકારની આરડીએસએસ યોજના ગુજરાતમાં આવકારદાયક છે પરંતુ જામનગર શહેરમાં સ્માર્ટ વીજ મીટર પીજીવીસીએલ કચેરી દ્વારા ફરજીયાત લગાડવા માટે ગ્રાહકોને દબાણ કરતા હોવાનું જણાઇ છે જે કાયદાને સુસંગત નથી તેમજ લોકશાહીમાં લકોના બંધારણીય હક્કો પર તરાપ સમાન જણાય છે. વધુમાં જણાવવાનું કે, સ્માર્ટ વીજ મીટર ફરજીયાત લગાડવાથી ગ્રાહકો, પીજીવીસીએલ તેમજ કર્મચારીઓને આર્થિક તેમજ માનસિક સમસ્યાઓ સર્જાવવાનો ભય છે.
સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડે છે જેમ કે આયુષ્યમાન કાર્ડ, ઇ-શ્રમ કાર્ડ, પ્રધાનમંત્રી વીમા યોજના જેવી અનેક યોજનાઓ જનતાના લાભાર્થે બહાર પડાય છે પરંતુ કોઇપણ સરકારી યોજના ફરજીયાત હોતી નથી, પાનકાર્ડ, આધારકાર્ડ, ઇ-શ્રમ કાર્ડ, પ્રધાનમંત્રી વીમા યોજના જેવી અનેક યોજનાઓ જનતાના લાભાર્થે બહાર પડાય છે. પરંતુ કોઇપણ સરકારી યોજના ફરજીયાત હોતી નથી, પાનકાર્ડ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ ફરજીયાત નથી તો ફકત સ્માર્ટ વીજ મીટરો ફરજીયાત શા માટે?
આ બાબતે જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કીશોરભાઇ મજીઠીયા સહિતનાઓ દ્વારા ઉર્જામંત્રીને આપેલ પત્ર પાઠવેલ છે. સ્માર્ટ વીજ મીટર ફરજીયાત કરવાથી ફકતને ફકત પીજીવીસીએલ ને ફાયદો થશે પરંતુ ગ્રાહકોને કોઇ ફાયદો થાય તેવું જણાતું નથી જેમકે સ્માર્ટ વીજ મીટર રીચાર્જ કરાવવા અંગે અભણ, પ્રજાને મોટી મુશ્કેલીઓ સર્જાશે, રીચાર્જ પુરું થાય અથવા કાર્ડ ખરાબ થઇ જાય તો પાવરની સમસ્યા સર્જાશે, ગ્રાહકોને આટલી સમસ્યા સર્જાય તો પણ પીજીવીસીએલ સ્માર્ટ મીટર ફરજીયાત ફ્રીમાં લગાડવામાં આવે છે શા માટે? ઉંચી કિંમતના સ્માર્ટ વીજ મીટરો ફ્રીમાં લગાડવાનું કારણ ગ્રાહકોને સમજી શકાતું નથી.
વધુમાં જણાવવાનું કે, અમારી જાણ મુજબ સ્માર્ટ વીજ મીટર લીન્કવેલ ઇલેકટ્ોનીકસ કંપનીના સ્માર્ટ વીજ મીટરો ગ્રાહકોના ઘરે લગાડવામાં આવશે પરંતુ આ કંપનીના અગાઉ પણ વીજ મીટરો ફોલ્ટીહોય જેના ફોલ્ટના કારણે ગ્રાહકોને વપરાશ કરતા વધુ બીલ અપાય છે તેવી ગ્રાહકોની ફરીયાદ છે. આવી ફોલ્ટી વીજ મીટરો પીજીવીસીએલ કચેરીની લેબોરેટરીમાં પણ છે જેફોલ્ટી મીટરોનું ઉતમ ઉદાહરણ છે જેના કારણે વપરાશ કરતા વધુ બીલ અંગેના કોર્ટ કેસો પણ થયેલ છે, આવી બધી સમસ્યાઓમાંથી મુકત થવા આવી ફોલ્ટી કંપનીઓના સ્માર્ટવીજ મીટરો ગ્રાહકોના ઘરે ના લગાડવા જોઇએ, જેથી ગ્રાહકોને તેમજ પીજીવીસીએલ કચેરીને નુકશાન ન થાય જયારે સામાન્ય મીટર વ્યવસ્થિત ચાલે છે તો આવી સ્માર્ટ મીટર લગાડવાનો કોઇ કારણ સમજાતું નથી. આ રજુઆત ઘ્યાને લઇ ગરીબો તેમજ મઘ્યમ વર્ગના ગ્રાહકોના હિતમાં સ્માર્ટ વીજ મીટર ફરજીયાતનો નિર્ણય રદ કરવા આમ જનતા તેમજ ગ્રાહકોની માંગણી ઘ્યાને લઇ જરુરી કાર્યવાહી કરી અમારી સંસ્થાને જાણ કરવા વિનંતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application