હંમેશા એવું કહેવામાં આવે છે કે એપલ ચીનમાં પોતાની કંપની ખોલવા પાછળનું કારણ ત્યાં ઉપલબ્ધ સસ્તું વેતન છે. ચીનમાં મજૂરી ખૂબ સસ્તી છે, તેથી બધા માને છે કે આ કારણે જ ટીમ કૂકે એપલ પ્રોડક્ટ્સ બનાવવા માટે ચીનને પસંદ કર્યું છે. ચીનમાં એપલની મોબાઈલ ફેક્ટરી બનાવવા પાછળ એક ખાસ કારણ છે, જેનો ખુલાસો ખુદ Apple Incના સીઈઓ ટિમ કુકે કર્યો છે.
કંપની ચીન પાસે જ એપલ મોબાઈલ કેમ બનાવે છે?
ચીનમાં એપલના ઉત્પાદનો બનાવવા અંગે ટીમ કૂકે કહ્યું, “ચીન વિશે એવી ભ્રમણા છે કે ત્યાં અમારી કંપની સ્થાપવાનું કારણ સસ્તા વેતન છે, પરંતુ એવું નથી. એપલની કંપની ત્યાં સ્થાપવા પાછળનું મુખ્ય કારણ સસ્તું વેતન નથી પણ ત્યાં કુશળ કર્મચારીઓની હાજરી છે. ત્યાંના લોકો પાસે આપણને જોઈતી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવા માટે જરૂરી કૌશલ્ય છે અને ત્યાંના કામદારો પાસે ખૂબ જ કૌશલ્ય છે અથવા આપણે કળા કહી શકીએ. આ જ કારણ છે કે એપલે ત્યાં પોતાની ફેક્ટરી બનાવી છે. જો અમેરિકા જશો તો ત્યાંના કુશળ એન્જિનિયર સાથે વાત કરશો પરંતુ ચીનના મજૂરો પાસે અમારી જરૂરિયાત મુજબ કામ કરવાની કળા છે.
કંપની માટે ચીન કઈ રીતે નફાકારક સોદો બને છે?
ચીનમાં અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે અત્યંત કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત છે. દેશમાં મોટા પાયે ઉત્પાદન સુવિધાઓ, ઉચ્ચ તકનીકી મશીનરીની ઉપલબ્ધતા અને કુશળ કામદારો છે. આ ઉપરાંત ચીન પાસે અદ્યતન સપ્લાય ચેઈન નેટવર્ક અને લોજિસ્ટિક્સ સિસ્ટમ્સ પણ છે, જે માલના ઝડપી અને અસરકારક પુરવઠાને સુનિશ્ચિત કરે છે.
આ સિવાય ચીને છેલ્લા બે દાયકામાં વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈન નેટવર્ક બનાવ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજી ક્ષેત્ર માટે જરૂરી તમામ સામગ્રી અને ઘટકો અહીંના સપ્લાય ચેઇન નેટવર્કમાં સરળતાથી ઉપલબ્ધ છે. Apple અને અન્ય ટેક્નોલોજી કંપનીઓ તેમની પ્રોડક્ટ્સના ઉત્પાદનને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આ નેટવર્કનો લાભ લઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅન્ય સાથે લગ્નની તૈયારી કરતા પ્રેમીનું ગુપ્તાંગ પ્રેમિકાએ કાપી નાખ્યું
December 23, 2024 11:39 AMઅમદાવાદમાં અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી, લોકોના ટોળેટોળા ઉમટ્યા
December 23, 2024 11:37 AMરોબોટ માત્ર ત્વચાને સ્પર્શ કરીને માનવ લાગણીઓને અનુભવશે
December 23, 2024 11:37 AMઅમેરિકાએ હવે પનામા નહેર પર કબજો કરી લેવો પડશે: ટ્રમ્પ
December 23, 2024 11:35 AMફિલ્ડિંગ કોચ ટી દિલીપે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કર્યું, ઇનામ રાખ્યું 300 ડોલર; જુઓ કોણ જીત્યું
December 23, 2024 11:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech