દારૂની બાતમી કેમ આપે છે...?: તેમ કહી લલીયાના યુવાન ઉપર હુમલો: ચાર શખ્સો સામે ફરિયાદ

  • September 19, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના લલીયા ગામે રહેતા ખેંગારભાઈ દેવાભાઈ ધારાણી નામના 25 વર્ષના ગઢવી યુવાનને આ જ ગામના વરજાંગ સામત ધારાણી, હમીર સામત ધારાણી, માંડણ સામત ધારાણી અને ઘેલુ વરજાંગ ધારાણી નામના ચાર શખ્સોએ "તું પોલીસને દારૂ અંગેની બાતમી કેમ આપે છે?" તેમ કહી અને એકસંપ કરી, કુહાડી તથા ઢીકા-પાટુ વડે માર મારી, બિભત્સ ગાળો કાઢયાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323 504 506 2 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application