મનમોહન સિંહ શા માટે પહેરતા હતા વાદળી પાઘડી?

  • December 27, 2024 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મનમોહન સિંહ રાજકારણી, અર્થશાસ્ત્રી, અમલદાર અને ભૂતપૂર્વ વડા પ્રધાન તરીકે જાણીતા હતા. આ ઓળખો ઉપરાંત તેમના વ્યકિતત્વનું બીજું મહત્વનું પાસું હતું તેમની વાદળી પાઘડી. આ પાઘડી ન માત્ર તેમના સ્વભાવ અને સૌમ્ય વ્યકિતત્વનું પ્રતિક બની હતી પરંતુ તેમના જીવન અને કારકિર્દીમાં પણ તેનું વિશેષ મહત્વ હતું.મનમોહન સિંહની વાદળી પાઘડીની વાત ૨૦૦૬ની છે, યારે તેમને કેમ્બિ્રજ યુનિવર્સિટીમાંથી ડોકટરેટ આફ લોની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે એડિનબર્ગના તત્કાલીન ડુક અને યુનિવર્સિટીના ચાન્સેલર પ્રિન્સ ફિલિપે તેમની પાઘડી અને તેના રગં તરફ ધ્યાન દોયુ હતું. આ પછી મનમોહન સિંહે પોતે જણાવ્યું કે તેઓ આ રંગની પાઘડી કેમ પહેરે છે અને તે તેમના માટે કેટલી ખાસ છે.આ વિશે વાત કરતાં મનમોહન સિંહે કહ્યું હતું કે યારે હત્પં કેમ્બિ્રજમાં ભણતો હતો, ત્યારે હત્પં વાદળી પાઘડી પહેરતો હતો. મારા મિત્રોએ મને 'બ્લુ ટર્બન' ઉપનામ આપ્યું હતું. તેનો સ્પષ્ટ્ર અર્થ હતો કે આ રગં તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો હતો, જે તેમના વિધાર્થીકાળથી લઈને તેઓ વડાપ્રધાન બન્યા ત્યાં સુધી તેમની સાથે રહ્યો હતો. પૂર્વ વડાપ્રધાને વધુમાં કહ્યું કે વાદળી હંમેશા તેમનો પ્રિય રગં રહ્યો છે. આ જ કારણ છે કે તેમણે પોતાની પાઘડીમાં હંમેશા વાદળી રગં અપનાવ્યો હતો. તે તેને પોતાની ઓળખનો મહત્વનો ભાગ માનતો હતો અને તે તેમના વ્યકિતત્વનું પ્રતિક બની ગયો હતો.સમયની સાથે મનમોહન સિંહની પાઘડીમાં પણ થોડો ફેરફાર જોવા મળ્યો હતો. યારે અગાઉ તે સમાન ટોનની વાદળી પાઘડી પહેરીને જોવા મળતા હતા, પાછળથી ટોનમાં થોડો ફેરફાર જોવા મળ્યો હતો પરંતુ વાદળી રગં હંમેશા તેમના માથા પર રહ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application