શ્રીલંકામાં સિરીઝ શરૂ થતા પહેલા ગૌતમ ગંભીર કેમ થયો ભાવુક? BCCIએ શેર કર્યો વીડિયો

  • July 27, 2024 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસની શરૂઆત ત્રણ મેચની ટી-20 સીરીઝથી થવા જઈ રહી છે. ગૌતમ ગંભીર આ સીરીઝસાથે મુખ્ય કોચ તરીકે પોતાની ઇનિંગની શરૂઆત કરશે. ગૌતમ ગંભીરે રાહુલ દ્રવિડની જગ્યા લીધી છે. ગયા મહિને અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બન્યા બાદ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. હવે તેણે ગૌતમ ગંભીરને એક ખાસ સંદેશ આપ્યો છે. તેણે ગંભીરને જે પડકારોનો સામનો કરવો પડી શકે છે તેનો સામનો કરવાની સલાહ આપી છે. આ મેસેજ પછી ગંભીર ખૂબ જ ભાવુક દેખાયો જે ભાગ્યે જ જોવા મળે છે.


ગૌતમ ગંભીર માટે દ્રવિડનો ખાસ સંદેશ


ભારતીય ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે દ્રવિડે વોઈસ નોટ મોકલી છે. આ વૉઇસ નોટમાં રાહુલ દ્રવિડે કહ્યું, 'હેલો ગૌતમ, હું તને શુભેચ્છા પાઠવું છું. ભારતીય ટીમ સાથેનો મારો કાર્યકાળ પૂરો થયાને 3 અઠવાડિયા થઈ ગયા છે. મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું, જે રીતે પહેલા બાર્બાડોસ અને પછી મુંબઈમાં કોચિંગનો કાર્યકાળ પૂરો કર્યો. હું ઈચ્છું છું કે તમે મારા કરતા પણ વધુ સારા પરિણામો મેળવો અને એ પણ ઈચ્છું કે તમને હંમેશા ફિટ ખેલાડીઓ મળે અને નસીબ પણ તમારો સાથ આપે, કારણકે તેની ખૂબ જ જરૂર છે. જ્યારે આપણે સાથે રમતા હતા, ત્યારે મેં તમારી બેટિંગમાં એવી ઝલક જોઈ છે કે તમે તમારું સર્વસ્વ આપતા હતા. તમે તમારા વિરોધીઓ સમક્ષ ક્યારેય શરણાગતિ સ્વીકારી ન હતી અને ત્યારે પણ મેં તમારી નોંધ લીધી હતી.


દ્રવિડે વધુમાં કહ્યું કે, 'ક્રિકેટમાં હમેશા ઘણી અપેક્ષાઓ હશે. તમે સૌથી ખરાબ સમયમાં પણ એકલા નહીં હોય. તમને ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, મેનેજમેન્ટ અને ભૂતકાળના લીડરનો સહયોગ મળશે. એક કોચથી બીજા કોચને સંદેશ એ છે કે મુશ્કેલ સમયમાં પણ સ્મિત કરતા રહો. મને ખાતરી છે કે તમે ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જશો.


ગૌતમ ગંભીર થયો ભાવુક


દ્રવિડના આ વોઈસ મેસેજ પછી ગૌતમ ગંભીર એકદમ ઈમોશનલ દેખાયો. તેણે કહ્યું, 'આ સંદેશ મારા માટે ખૂબ જ મહત્વનો છે. આ સંદેશ એવા વ્યક્તિ તરફથી આવ્યો છે કે જેમની તરફ હું હંમેશા જોતો હતો જ્યારે તે રમે છે. મને લાગે છે કે દ્રવિડ પાસેથી ઘણું શીખવા જેવું છે, માત્ર મારા માટે જ નહીં પરંતુ આગામી પેઢી અને વર્તમાન પેઢીએ પણ તેમની પાસેથી શીખવું જોઈએ. હું બહુ લાગણીશીલ નથી થતો, પરંતુ મને લાગે છે કે આ સંદેશે મને ખરેખર લાગણીશીલ બનાવી દીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application