આર્યન ખાન કેમ એક્ટર નહીં બની શકે? ખુદ શાહરુખે કર્યો ખુલાસો

  • April 14, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બાદશાહે કહ્યું- મારો પુત્ર, ઊંચો અને સુંદર છે પણ તેને એક અહેસાસ છે
  • શાહરુખની વાત સાંભળી આર્યનને પડદા પર જોવા માંગતા ફેન્સના દિલ તૂટી ગયા


દાયકાઓથી બોલીવૂડ પર બાદશાહની જેમ રાજ કરનારો પઠાન શાહરુખ ખાન રોમાન્સ અને પડદા પર એક્ટિંગનો કિંગ મનાય છે. પરંતુ તેનો વારસો તેનૈ મોટા પુત્ર આર્યન ખાનને મળી શકે તેમ લાગતું નથી. આર્યન એક્ટર નહીં પણ ફિલ્મ ડિરેક્ટર બનવા માંગે છે. હેન્ડસમ અને દેખાવડો હોવા છતાં તેણે આ નિર્ણય કેમ લીધો તે અંગે ખુદ શાહરુ ખાને ખુલાસો કર્યો છે.


શાહરૂખ ખાને ઈન્ડસ્ટ્રીને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. ટૂંક સમયમાં તેની પુત્રી અને બી-ટાઉનની સૌથી ફેમસ સ્ટાર કિડ સુહાના ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુહાના ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા સાથે ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી બોલીવુડમાં પ્રવેશ કરશે.


સુહાનાના ડેબ્યુ વચ્ચે શાહરૂખનો મોટો દીકરો આર્યન ખાન મોટા પડદા પર ક્યારે દેખાશે તે વિશે ઘણી વાર ચર્ચા થતી હતી. આર્યનને મોટા પડદા પર જોવા માટે લોકો પણ આતુર છે. પરંતુ તે શક્ય નથી. તેના પિતા  શાહરૂખ ખાનનું કહેવું છે કે એક્ટરનો દીકરો જ એક્ટર બને એ જરૂરી નથી. શાહરૂખ ખાનના આ નિવેદને આર્યનના બોલિવૂડ ડેબ્યૂની રાહ જોઈ રહેલા ચાહકોની આશા પર પાણી ફરી વળ્યું. 


શાહરૂખે કહ્યું કે  આર્યનને અભિનયમાં હાથ અજમાવતો ભાગ્યે જ જોવા મળશે, કારણ કે આર્યન એક્ટર બનવા માંગતો નથી. શાહરૂખનો એક જૂનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આ બધી ચર્ચા કરતો જોવા મળી રહ્યો છે.

જૂના ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાને મોટા પુત્ર આર્યનના અભિનય ડેબ્યુ પર ખુલીને વાત કરી હતી. તેણે આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું...

 'મારો પુત્ર આર્યન એક્ટર બનવા માંગતો નથી અને મને પણ નથી લાગતું કે તે એક્ટર બની શકે. આપણા દેશમાં ઘણીવાર જોવા મળ્યું છે કે અભિનેતાનો પુત્ર અભિનેતા બને છે. તે દેખાવડો, ઉંચો અને સુંદર પણ છે. પરંતુ, તેને પોતે એ વાતનો અહેસાસ થયો છે કે તે અભિનેતા બની શકે તેમ નથી. પણ, હા તે એક મહાન લેખક બની શકે છે.


 શાહરૂખ ખાનના બાળકો આર્યન અને સુહાના બંને લાઇમલાઇટમાં રહે છે. બંને ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. ભૂતકાળમાં આર્યન ઘણી ઈવેન્ટ્સમાં ભાગ લેતો હતો અને આ દરમિયાન તેના લુક અને સ્ટાઈલની દરેક જગ્યાએ ચર્ચા થઈ હતી. આર્યનને જોઈને શાહરૂખના ફેન્સ તેને SRKની કાર્બન કોપી કહીને બોલાવે છે. બંનેના સરખા દેખાવ અને સ્ટાઈલ તેની પાછળનું કારણ છે. જ્યારે ચાહકો આર્યનના બોલિવૂડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે, ત્યારે સુહાના ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર ડેબ્યૂ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application