બુટલેગરો આટલા બેખૌફ કેમ? પોલીસનો ડર નથી કે પછી ?

  • March 15, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયમાં દારૂબંધી તો છે પરંતુ દારૂબંધી બુટલેગરો, ધંધાર્થીઓ તેમજ અન્યો માટે લાખો, કરોડોની કાળી કમાણીનો મોકળો માર્ગ પણ છે એમાથી જવાબદાર પોલીસ તત્રં પણ કયાં કયાંક બાકાત નહીં હોય. બુટલેગરો પોલીસની નજર બહાર કે મીઠી નજરે બેખૌફ બનીને ધંધો તો કરતા રહે છે પણ એટલીહદે બેખૌફ અથવા તો પોલીસ કે કાયદાની કાંઈ પડી જ ન હોય તેમ સરાજાહેર હત્પમલા, હત્યા કે હત્યાના પ્રયાસ કરતા પણ ખચકાતા નથી. રાજકોટમાં અગાઉ ક્રાઈમ બ્રાંચની ટીમ પર હત્પત્પમલા થઈ ચૂકયા છે. છતાં બુટલેગરોને પોલીસ નાથી નથી શકી. સામાન્યજન પર પણ હત્પમલાઓ, હથિયાર તાંકવા, તોડફોડ કરવી જેવી ગંભીર ઘટનાઓ ઘટી રહી છે. આવી રાયસ્તરે સ્થિતિ છે. શું બુટલેગરોને ધંધામાં તો ઠીક હવે આમેય પોલીસનો કોઈ ડર નથી રહ્યો કે પછી? પોલીસ તો જાણીતી થઈ ગઈ છે ગોઠવાઈ જશે આવા નશામાં હશે ને કાયદો હાથમાં લેતાં ખછકાતા નથી? પોલીસ માટે પણ આવી ઘટનાઓ લાલબત્તી સમાજ જ ગણી શખાય.


રાજકોટ શહેરની જ વાત કરીએ તો થોડા સમય પૂર્વે કુખ્યાત બુટલેગર અલ્તાફ દ્રારા યુવક સામે હથિયાર તાંકવામાં આવ્યું હતું. આજી ડેમ પોલીસે જે તે સમયે ગુનો નોંધ્યો હતો. ત્રણ દિવસ પૂર્વે અન્ય એક નામચીન બુટલેગર પ્રતિક ચંદારાણા તેના સાગરીતોએ ફરિયાદીને પરિવાર સાથે આંતરી હત્પમલો કરી બે વાહનોમાં બુટલેગર પત્ની દ્રારા પણ વળતી ફરિયાદ નોંધાવાઈ છે. અગાઉ આજ બુટલેગર પરિવાર દ્રારા ક્રાઈમ બ્રાંચની ટીમ પર હત્પમલો કરાયો હતો. રાજકોટમાં બુટલેગર કે તેમના મળતિયા દ્રારા પોલીસ પર હત્પમલા થયાની અન્ય ઘટનાઓ પણ બની ચૂકી છે, આમ છતાં બુટલેગરોને કાંતો પોલીસનો કોઈ ડર નથી અથવા પોલીસ સાથે છેડા, સંબંધો હશે એટલે ગોઠવાઈ જશે એવા કારણોસર પણ કદાચ કાયદો હાથમાં લેતાં ખચકાતા નહીં હોય.


જેમ પાંચેય આંગળા સરખા ન હોય તેમ બધી પોલીસ પણ સરખી નથી હોતી લાલચૂ પોલીસ બુટલેગરો, ધંધાર્થીઓ સાથે ગોઠવણ કરી લેતી હશે અને આવા ધંધાર્થી સાથે પોતે પણ લખપતિ બની જતાં હશે. બુટલેગરો લાલચૂ પોલીસનો આવકનો ોત બની રહેતા હશે. આવા કારણોસર બુટલેગરો નાણાના જોરે અથવા તો લાગતી વળગતી પોલીસને નિવૈધ આપશું એટલે આપડો રસ્તો કલિયર થઈ જશે. કેટલાંક આવા લાલચૂ પોલીસબાબુઓ ફરજ કરતા તો આવા ધંધાર્થીઓ માટે વધ્યુ રચ્યા પચ્યા કે કાર્યરત રહેતા હશે. બેનંબરના પૈસાના પુૂજારી બની ગયેલા કેટલાખરા લાલચી પોલીસબાબુઓના કારણે નિ ાવાન કે જે માત્ર ફરજનિ  અને પગાર પર જ નિર્ભર રહેતા હોય તેવા અનેક કર્મીઓની પણ છાપ સૂકા ભેગુ લીલુ બળેની જેમ ખરડાતી હશે.


બુટલેગરો દ્રારા હત્પમલાઓની ઘટનાઓ રાજકોટ પુરતી સિમિત નથી રાજકોટમાં તો કદાચ કયારેક આવું બનતું હશે પરંતુ અન્ય શહેરોની સ્થિતિ આથી વધુ વિસમ જેવી છે. રાય સ્તરે બુટલેગરોને જાણે પોલીસનો ડર નથી રહ્યો કે નહીં હોય તેમ લાલચૂ પોલીસ કર્મીઓના કારણે બેખૌફ કે બેકાબૂ જેવા બની રહે છે. નારાની લાલસામાં જમીર ગીરવે મુકનારા ઘણાખરા પોલીસ બાબૂઓ, વહીવટદારો તોક દાચ ગોઠવી લેતાં કે ગોઠવી લેતા હશે. પરંતુ આવા ગણ્યા ગાંઠયાઓને લઈને આવનારો સમય કે આ સ્થિતિ પોલીસ માટે લાલબત્તીરૂપ જેવી બની રહેશે તેવું જાણકોરોનું માનવું છે.


એક સમય હતો કે ધંધાર્થી આખં ઉંચી પણ કરે તો ગામ છોડવું પડતું
એક સમય એવો હતો કે પોલીસ પર હત્પમલા તો શું ઉંચા અવાજે બોલવાની પણ ધંધાર્થીઓ હિંમત કરી શકતા નહીં. જો ભૂલેચૂકે પણ આવી ભૂલ કરી બેસે તો ગામ છોડવું પડતું. (ધંધા બધં કરી ભાગવું પડતું) પોલીસ સામે નહીં સામાન્યજન સામે પણ ખોટી રીતે અવાજ ન કરી શકતા. ભલે એ સમયે પણ કોઈક પોલીસ મીઠી નજર રાખી હતી કે હશે પણ આવી ગુસ્તાખી તો ચલાવવા જ ન્હોતા દેતા, એક ધંધાર્થીએ એક સામાન્ય, નાના પોલીસ કર્મીને કહ્યું હતું કે, તમારૂ કવર ન હોય. આ શબ્દો થોડા દિવસ બાદ તેના ઉપરી અધિકારીના કાને જતાં એ ધંધાર્થીને અધિકારીએ કડક હાથે પોલીસ શું છે એનું ભાન કરાવ્યું હતું. સ્ટાફને પણ કડક સૂચના આપી કે જો હવે આ ધંધાર્થી ધંધો કરતા પકડાયો તો તમારૂ આવી બન્યું સમજજો. આવી રીતે ધંધા ચોપટ કરાવી દેતા ગામગામ છોડાવી દેતા હતા. આવા નીતિમત્તાવાળા કે સ્ટાફ પ્રત્યે ગુમાનવાળા પણ અધિકારીઓ હતા. આવા કારણોસર પોલીસનું જમીર તો જળવાઈ રહેતું સામાન્યજન પણ સલામતિ અનુભવતા હતા


ઘણા બુટલેગરને ત્યાં કે વિસ્તારમાં તો એકલ દોકલ પોલીસ જઈ પણ નથી શકતી
ખાખીની ખુદારી, ખુમારીને કારણે એક સમય કે તપતો સૂરજ કહી શકાય કે ધંધાર્થી ખાલી ખાખીધારી વ્યકિતને આવતા જુવે તો પણ પોલીસ હશે માનીને ભાગતા કે ફફડતા આવો ખૌફ ખુદાર ખાખીનો હતો. સમય પલટાતા એવી સ્થિતિ બની ગઈ છે કે, ઘણાખરા એવા ધંધાર્થીઓ, બુટલેગર્સ હશે કે આવા વિસ્તારો છે કે જયાં એકલ દોકલ (એક–બે) પોલીસ કર્મી તો જઈ પણ ન શકે. અધિકારીઓ, હથિયારધારીઓ સાથેનો રસાલો લઈને જવું પડે. આવું કેમ કે આવી સ્થિતિ કેમ નિર્માણ થઈ એ તો પોલીસ જ જાણતી હશે કે પોલીસ માટે મનોમંથન માગી લે તેવું છે


રાજકોટમાં લુખ્ખાગીરી વધી, મફત ખાવાના નામે હુમલા અને તોડફોડ
રાજકોટ શહેરમાં એવી કોઈ હાર્ડકોર ક્રાઈમ આચરનારી ક્રિમીનલ ગેંગ નથી પરંતુ, શેરી–ગલ્લ ીમાં રખડતાં લુખ્ખાઓ, ટપોરીઓ કે આવા આવારાતત્ત્વો શહેરમાં યાં–ત્યાં ગમ્મે ત્યારે લુખ્ખાગીરી આચરતા રહે છે. છરી, ધોકા કે પાઈપ ગમ્મે ત્યારે કાઢીને લોકોને ડરાવે અથવા હત્પમલાઓ કરતા અચકાતા નથી. રાજકોટ શહેરમાં ખાણીપીણીના ધંધાર્થીઓ, વેપારીઓ પણ આવા લુખ્ખાઓના ટાર્ગેટ બન્યા છે. તાજેતરના બે બનાવો પર જ નજર કરીએ તો બે દિવસ પૂર્વે ચંદ્રેશનગરમાં કરિયાણાની દૂકાન પર ધસી જઈને અહીં ધંધો કરવો હોય તો અમને તો મફત આપવું જ પડે કહીને ધમકી આપી મફતમાં ખાણીપીણીની વસ્તુઓ પડાવી ગયા હતા. ગઈકાલે બજરંગવાડી વિસ્તારમાં આઈસગોલાના ધંધાર્થીને ત્યાં એક શખ્સ ધસી ગયો હતો. ગોલો ખાધો હતો વેપારીએ પૈસા માગતા અમારા પૈસા ન હોય તેમ કહીને માથાકૂટ કરી હતી. કલરની બોટલો ફોડી નાંખી તોડફોડ કરી હતી. આવા તો માત્ર ચોપડે નોંધાયેલા ગણ્યા ગાંઠા બનાવો બહાર આવે છે. ખરેખર ઘણા ખરા એવા વિસ્તારો હશે કે ત્યાં મફત ખાવાવાળા લુખ્ખાઓની રંજાડથી વેપારીઓ, ધંધાર્થીઓ ત્રસ્ત હશે અને વેપાર–ધંધો કરવા માટે આવા લુખ્ખાઓને માગે તે આપવા મજબૂર પણ થવું પડતું હશે. પોલીસને ધ્યાને આવે ત્યારે પોલીસ કાર્યવાહી કરતી હશે પરંતુ, આવારાતત્ત્વોને પોલીસની કોઈ ભડક રહી ન હોય તેમ પોલીસ મથકમાંથી છૂટા બાદ ફરી હતા એને એ માફક લુખ્ખાગીરી આચરતા રહે છે અને ધંધાર્થીઓને ઉલ્ટાના ધમકાવે કે પોલીસમાં ફરિયાદ કરીને શું કરી લીધું? પોલીસ ખરેખર ગુનાઓ નોંધે છે તે સારી બાબત છે. પણ પોલીસે વધુ સતર્ક બનીને આવા બની બેઠેલા ગાંઠીયા દાદાઓને પાટીયે પાળવાની તાતી જરૂર છે. જેથી રાજકોટમાં આવી લુખ્ખાગીરી ઘટે અને શહેરીજનો શાંતિથી રહી શકે અને પોતાના ધંધા–વ્યવસાય કરી શકે.એક તબકકે તો શહેરમાં પોલીસ સ્ટ્રેંથ ઓછી છે તેવી પણ વાત કે બચાવ થતો હતો. પરંતુ હવે પોલીસ કોન્સ્ટેબલથી લઈને પીઆઈ સુધીના અધિકારીઓની પણ વધુ સ્ટે્રથં મળી છે અને પૂરતો સ્ટાફ પણ છે તો શહેરમાં જો આવા આવારાતત્ત્વો લુખ્ખાઓને એક મુહિમ ચલાવીને કન્ટ્રોલ કરવામાં આવે તો પોલીસની શાખ વધુ મજબૂત બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application