ડામરકામમાં કોના કાળા હાથ? ૯ સેમ્પલ ફેઇલ

  • March 30, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્રારા હાલ શહેરમાં એકશન પ્લાન અંતર્ગત વિવિધ રસ્તાઓ ઉપર ડામરકામનો ધમધમાટ ચાલી રહ્યો છે જે અંતર્ગત સમયાંતરે ચેકિંગ કરી સેમ્પલ લેવામાં આવતા હોય છે દરમિયાન તાજેતરમાં લેવાયેલા સેમ્પલમાંથી કુલ ૯ સેમ્પલ ફેઇલ ગયા હોવાનું વિશ્વસનિય સુત્રોમાંથી જાણવા મળે છે.

વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ શહેરના પૂર્વ ઝોન હેઠળના ઉપલાકાંઠા વિસ્તારમાં કુલ છ સેમ્પલ અને ન્યુ રાજકોટ વિસ્તારમાં ત્રણ સેમ્પલ ફેઇલ ગયાનું જાણવા મળે છે. સેન્ટ્રલ ઝોનમાં હાલ સુધીમાં એક પણ સેમ્પલ ફેઇલ થયું નહીં હોવાની વાત આવી રહી છે પરંતુ તે બાબત પણ શંકાસ્પદ છે.

એકશન પ્લાન હેઠળના ડામર કામમાં મોટા ભાગે રહેણાંક સોસાયટીઓ, આંતરિક માર્ગેા અને શેરીઓમાં ડામરકામ થતું હોય છે, મુખ્યમાર્ગેા– રાજમાર્ગેા ઉપર થતા ડામરકામમાં વિશેષ તકેદારી લેવાતી હોય છે કારણ કે જો ત્યાં નબળું કામ થાય તો તુરતં ઉડીને આંખે વળગે પરંતુ આંતરિક રસ્તાઓમાં હોતા હૈ, ચલતા હૈ...ની નીતિ ચાલે ! તેવી માનસિકતા સાથે ડામરકામ ચાલી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

અલબત્ત તંત્રવાહકો દ્રારા ડામરકામમાં ટેન્ડર કન્ડિશન્સ અને પેનલ્ટીની જોગવાઇઓ અગાઉ કરતા વધુ કડક બનાવાઇ છે તેમ છતાં ડામરકામમાં થતી ગોલમાલ સંપૂર્ણ બધં થઇ નથી તેવું વધુ એક વખત સામે આવ્યું છે. સેમ્પલ ફેઇલ જવાનું કારણ નિયત ધારાધોરણ કરતા નબળી ગુણવત્તા હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાને આવ્યું છે.

દરમિયાન યાં આગળથી લેવાયેલા સેમ્પલ ફેઇલ ગયા છે ત્યાં આગળ તાત્કાલિક અસરથી તે જથ્થો કેન્સલ કરાયો છે અને સંબંધિત એજન્સીને પણ પેનલ્ટી કરવા તજવીજ હાથ ધરાઇ છે. મ્યુનિ.ઇજનેરોના એસ્ટીમેટ સામે કરોડો પિયાની ઓન ચૂકવી અપાતા ડામર રસ્તાના કોન્ટ્રાકટ બાદમાં પણ નબળી ગુણવત્તાનો પ્રશ્ન યથાવત રહ્યો છે.
સૌથી મહત્વપૂર્ણ બાબત તો એ છે કે નાની સિધ્ધિઓને હાઇલાઇટ કરવાનું નહીં ચૂકતા રાજકોટ મહાપાલિકાના તંત્રએ ડામરના સેમ્પલ ફેઇલ થયાની વિગતો વિશાળ જાહેર હિતમાં પ્રસિધ્ધ કરવાને બદલે છુપાવી છે. જો ચેકિંગ અને સેમ્પલિંગ થયું તેમાં નબળી ગુણવત્તાનો પર્દાફાશ થયો તો તેમાં છુપાવવા જેવું શું છે ? તદઉપરાંત જો આવું બન્યા પછી એજન્સી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાઇ હોય તો તેમાં પણ છુપાવવા જેવું શું છે ?
વ્યાપક જન હિતમાં આવી વિગતો ખુદ તંત્રવાહકોએ જ જાહેર કરવી જોઇએ. તાજેતરમાં જ પ્રજાના કરોડો પિયાના ખર્ચે બાંધકામ મટિરિયલ્સના પરીક્ષણ માટે લેબોરેટરી બનાવાઇ છે પરંતુ તેમાં થતા ટેસ્ટિંગ અને તેના રિપોર્ટ પ્રજાને જાણવા મળતા નથી તે વાસ્તવિકતા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application