રિટેલ બાદ હવે જથ્થાબધં મોંઘવારી દર પણ નવેમ્બરમાં ૨ ટકાથી નીચે આવી ગયો છે. જથ્થાબધં મોંઘવારી દરમાં ઘટાડાનું સૌથી મોટું કારણ શાકભાજીના ભાવમાં ઘટાડો છે. નવેમ્બરમાં જથ્થાબધં ભાવ આધારિત ફુગાવો ઘટીને ૧.૮૯ ટકા થયો હતો. તેનું મુખ્ય કારણ ખાધ પદાર્થેા, ખાસ કરીને શાકભાજીના ભાવમાં નરમાઈ હતી. ગઈકાલે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે.
જથ્થાબધં ભાવ સૂચકાંક (ડબલ્યુપીઆઈ) આધારિત ફુગાવો ઓકટોબર ૨૦૨૪માં ૨.૩૬ ટકાના સ્તરે હતો, જે નવેમ્બર ૨૦૨૩માં ૦.૩૯ ટકા હતો. સરકારી ડેટા અનુસાર ખાધ ચીજવસ્તુઓમાં ફુગાવો નવેમ્બરમાં ઘટીને ૮.૬૩ ટકા થયો હતો યારે ઓકટોબરમાં તે ૧૩.૫૪ ટકા હતો. શાકભાજીનો ફુગાવો ઘટીને ૨૮.૫૭ ટકા થયો છે યારે ઓકટોબરમાં તે ૬૩.૦૪ ટકા હતો. મતલબ કે શાકભાજીનો મોંઘવારી દર અડધાથી વધુ ઘટી ગયો છે.
નવેમ્બરમાં બટાટાનો ફુગાવો ૮૨.૭૯ ટકાના સ્તરે ઐંચો રહ્યો, યારે ડુંગળીનો ફુગાવો ઝડપથી ઘટીને ૨.૮૫ ટકા થયો. ઈંધણ અને વીજળીની શ્રેણીમાં ફુગાવો ૫.૮૩ ટકા રહ્યો છે યારે ઓકટોબરમાં તે ૫.૭૯ ટકા હતો. ઉત્પાદિત માલનો ફુગાવો નવેમ્બરમાં ૨ ટકા હતો જે ઓકટોબરમાં ૧.૫૦ ટકા હતો. (અનુ. નવમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન પૂર્ણ! દર્દી જીવ્યો અને સાજો થઈ રહ્યો છે: ટેરિફ પર ટ્રમ્પની ક્રિપ્ટિક પોસ્ટ
April 04, 2025 11:22 AMમચ્છુ–૨ ડેમના દરવાજા ખોલાતા પાણી મીઠાના એકમો સુધી પહોંચ્યા: ભારે નુકસાન
April 04, 2025 11:20 AMઉપલેટાના પડવલા, મેરવદર અને ખીરસરામાં તંત્રનું બુલડોઝર ફર્યું
April 04, 2025 11:18 AMદેશમાં રોજગારની તકો સતત ઘટી રહી છે: સીએમઆઈઈ રિપોર્ટ
April 04, 2025 11:14 AMહડીયાણા ગામમાં યુવાન પર પાઇપથી પ્રહાર
April 04, 2025 11:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech