હડીયાણા ગામમાં યુવાન પર પાઇપથી પ્રહાર

  • April 04, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાઇનમાંથી પાણી ભરવાનું મનદુ:ખ કારણભુત

જોડીયા તાલુકાના હડીયાણા ગામમાં પાઇપલાઇનમાંથી પાણી ભરવા બાબતે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખીને ભરવાડ યુવાન પર પાઇપ વડે હુમલો કરી ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી ધમકી દેવા અંગે ગામમાં રહેતા એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.

જોડિયા તાલુકાના હડીયાણા ગામની હર્ષદ શેરીમાં રહેતા લખમણ મૈયાભાઇ ઝાપડા (ઉ.વ.૪૬)એ ગઇકાલે જોડીયા પોલીસમાં હડીયાણા ગામના જલા વાલા ઝાપડાની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી. આરોપીના પિતા વાલાભાઇને ફરીયાદી સાથે સરકારી પાઇપલાઇનમાંથી પીવાનું પાણી ભરવા બાબતે બોલાચાલી થઇ હતી.

જેનો ખાર રાખીને આરોપી જલાએ ગત તા. ૨૭ના ફરીયાદી લખમણભાઇને પાઇપ વડે માર મારી પાંસડી-ખભાની પાછળના ભાગે ફ્રેકચર તેમજ શરીરે મુંઢ ઇજા પહોચાડી હતી અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application